દિલ્હી અને NCBમાં ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા
નવી દિલ્હી: દિલ્હી-એનસીઆર સહિત આખા ઉત્તર ભારતમાં ભૂકંપના જાેરદાર ઝટકા અનુભવાયા છે. પંજાબથી લઈને જમ્મુ કાશ્મીર સુધી તેની અસર જાેવા મળી છે. રાત્રે લગભગ ૧૦.૩૧ કલાકે અને ૧૦.૩૪ કલાકે ભૂકંપના જાેરદાર ઝટકા આવ્યા હતા.
ભૂકંપના ઝટકા આવતા જ લોકો પોતાની ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી સતત ભૂકંપના ઝટકા આવી રહ્યા છે. દિલ્હી-એનસીઆર સિવાય પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં પણ ઝટકા અનૂભવાયા હતા.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના મતે અમૃતસર, પંજાબમાં પણ ૬.૧ તીવ્રતાના ઝટકો અનુભવાયા છે. જ્યારે તઝાકિસ્તાનમાં રાત્રે ૧૦.૩૧ મિનિટ પર ૬.૩ તીવ્રતાના ઝટકા અનુભવાયો હતો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટિ્વટ કરીને લોકોના સુરક્ષા માટે પ્રાર્થના કરી છે. એવું બતાવવામાં આવી રહ્યું છે કે ભૂકંપનો પ્રથમ ઝટકો તઝાકિસ્તાનમાં અનુભવાયો,
જ્યારે બીજાે ઝટકો અમૃતસરમાં અનુભવાયો છે. જાેકે હજુ સુધી નુકસાનના કોઈ સમાચાર નથી. બીજી તરફ અફઘાનિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા ૫.૯ બતાવવામાં આવી રહી છે. બીજી તરફ અન્ય ભૂકંપનું કેન્દ્ર અમૃતસરથી ૨૧ કિમી દૂર જમીનથી ૧૦ કિમી ઉંડાઈ પર હતું. ગત વર્ષે ડિસેમ્બરમાં પણ દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા ૪.૨ હતી. જેનું એપી સેન્ટર રાજસ્થાનના અલવરમાં હતું.