Western Times News

Gujarati News

૨૦૧૬માં બ્રેકઅપ બાદ હું દુઃખ અનુભવતી હતી : પ્રિયંકા

મુંબઈ: પ્રિયંકા ચોપરા જ્યારે ૨૦૧૬નાં વસંતમાં ન્યૂયોર્ક ટીવી શો ક્વોન્ટિકોની શૂટિંગ કરી રહી હતી ત્યારે તે જીવનનાં સૌથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહી હતી. તે તેનાં એક બ્રેકઅપમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહી હતી સાથે જ તેનાં પિતા ડો. અશોક ચોપરાનું વર્ષ ૨૦૧૩માં નિધન થયુ હતું. તેની બૂક અનફિનિશ્ડમાં પ્રિયંકાએ આ અંગે વાત કરી છે.

તે ખરાબ સમયમાંથી તેણે કેવી રીતે પોતાને ઉગારી. તે શૂટિંગ સવાય કોઇપણ કામ માટે ઘરની બહાર નહોતી નીકળતી. આ સમયમાં તેનું ૯ કિલો વજન પણ વધી ગયુ હતું. તે રાત્રે ઉંઘી નહોતી શકતી. પ્રિયંકાએ તેની બૂકમાં લખ્યું છે, જ્યારે હું શાંત નહોતી હોતી ત્યારે પોતાને એકલી, ઉદાસ અને લોકોથી અલગ થલગ અનુભવ કરતી હતી. કોઇને સમજાતું ન હતું કે, મારી અંદર શું ચાલી રહ્યું છે. કારણ કે મે કોઇને જણાવ્યું જ ન હતું. અનુસાર, પ્રિયંકાએ બૂકમાં લખ્યું છે,

તે સમયે તેને તેની માતા ડો. મધુ ચોપરા પર પણ વિશ્વાસ નહોતો થતો. પ્રિયંકાએ હવે નિક જાેનાસ સાથે લગ્ન કરી લીધા છે. તેમણે ૨૦૧૮માં જાેધપુરનાં ઉમેદ ભવનમાં લગ્ન કર્યા હતાં. તેમણે એકબીજાની પરંપરાઓને સન્માન આપતા હિન્દુ અને ક્રિશ્ચ્‌યન રીતિ રિવાજાેથી લગ્ન કર્યા હતાં. પ્રિયંકા ચોપરાની આ બૂક અઠવાડિયાની શરૂઆતમાં રિલીઝ થઇ હતી.

જેમાં પ્રિયંકાએ તેનાં બાળપણ, અમેરિકામાં સમય, મિસ ઇન્ડિયા અને મિસ વર્લ્‌ડનો ખિતાબ જીતવા અને બોલિવૂડ અને હોલિવૂડમાં તેની સફર અંગે વાત કરી છે. પ્રિયંકા હાલમાં નેટફ્લિક્સની સીરીઝ વી કૈન બી હીરોઝ અને ધ વ્હાઇટ ટાઇગરમાં નજર આવી હતી. આ સમયે તે એમેઝોનની સીરીઝ સિટડેલની શૂટિંગમાં વ્યસ્ત છે. જેમાં રિચર્ડ મેડેન અને એશલે કેમિંગ્સ પણ કામ કરી રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.