મંદાકિની રાજીવ કપૂરને યાદ કરીને ભાંગી પડી
મુંબઈ: બોલિવુડ એક્ટર-પ્રોડ્યૂસર રાજીવ કપૂરનું ૯મી ફેબ્રુઆરીએ નિધન થયું. તેમના નિધન બાદ કપૂર પરિવાર તેમજ તેમની સાથે કામ કરી ચૂકેલા કલાકારો શોકમાં છે. હવે તેમની સુપર-ડુપર હિટ ફિલ્મ રામ તેરી ગંગા મેલી’ની એક્ટ્રેસ મંદાકિનીએ તેમને યાદ કર્યા છે.
એક્ટ્રેસે ગુરુવારે ઈન્સ્ટાગ્રામ પર ‘રામ તેરી ગંગા મેલી’ના સેટ પર લેવામાં આવેલી રાજીવ કપૂર સાથેની તસવીરો શેર કરી છે અને જૂની યાદો તાજી કરી છે. રાજીવ કપૂર અને પોતાના તસવીરનું એક કોલાજ શેર કરીને મંદાકિનીએ લખ્યું છે કે, ‘સાચ્ચે ભાંગી ગઈ છું’. જ્યારે બીજી તસવીરમાં લખ્યું છે, ‘જૂના દિવસોને યાદ કરી રહી છું.
રાજીવ કપૂરનું નિધન થયું તેના બીજા દિવસે પણ મંદાકિનીએ તેમના સાથેની બે તસવીરો શેર કરીને શોક વ્યક્ત કર્યો હતો. આ સાથે તેણે લખ્યું હતું કે, ‘ભગવાન તેમની આત્માને શાંતિ આપે. હું હંમેશા અમારા બંનેની સાથેની યાદોને યાદ કરીશ. તે હંમેશા મારા માટે કિંમતી રહેશે. હું હંમેશા તેની માવજત કરીશ. રામ તેરી ગંગા મેલી તે સમયની હિટ ફિલ્મોમાંથી એક હતી.
આ એ જ ફિલ્મ હતી જેના રિલીઝ થયા બાદ રાજીવ કપૂર અને તેમના પિતા રાજ કપૂર વચ્ચે કડવાશ આવી ગઈ હતી. ફિલ્મથી મંદાકિનીને તો ખૂબ સફળતા મળી. પરંતુ રાજીવ કપૂરનું નામ એટલું બની શક્યું નહીં. તેમનું માનવું હતું કે, રાજ કપૂર હંમેશા બીજા હીરોને સારા રોલ આપે છે પરંતુ તેમની કારકીર્દિ બનાવી શક્યા નહીં.
આપને જણાવી દઈએ કે, રાજીવ કપૂર ૫૮ વર્ષની વયે નિધન પામ્યા હતા. તેમના નિધન બાદ જાહેરાત કરવામાં આવી હતી કે, તેમનું બેસણું નહીં યોજવામાં આવે. નીતૂ કપૂરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, ‘હાલની મહામારીની સ્થિતિને જાેતાં સ્વર્ગીય રાજીવ કપૂરનું બેસણું યોજવામાં નહીં આવે. સુરક્ષાના કારણોસર આ ર્નિણય લેવાયો છે. તેમના આત્માને શાંતિ મળે. રાજ કપૂરનો સમગ્ર પરિવાર આ દુઃખમાં તમારો સહભાગી છે.