અશ્વિન લગ્ન કરવા વિદેશની નોકરી છોડીને આવ્યો હતો
મુંબઈ: આજકાલ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીની ખૂબ ચર્ચા થઈ રહી છે. રૂપાલીનો શો અનુપમા લાંબા સમયથી ટીઆરપી ચાર્ટમાં નંબર ૧ પર છે તો બીજી તરફ એક્ટ્રેસના ટ્રાન્સફોર્મેશનની ચર્ચા થઈ રહી છે.
જાે કે, આજે અહીં તમને રૂપાલી ગાંગુલીની લવસ્ટોરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. રૂપાલી ગાંગુલીનો પતિ અશ્વિન વર્મા હંમેશા તેની સપોર્ટ સિસ્ટમ બનીને ઊભો રહ્યો છે. ત્યારે આજે કપલની લવસ્ટોરી વિશે પણ જાણી લો. રૂપાલી અને અશ્વિન વર્મા ગાઢ મિત્રો હતા.
લગ્ન કરતાં પહેલા તેઓ ૧૨ વર્ષ સુધી એકબીજાના મિત્ર હતા. બંનેની લવસ્ટોરી પણ રસપ્રદ છે. રૂપાલી અને અશ્વિન આટલા વર્ષો સુધી મિત્રો રહ્યા હતા આ દરમિયાન તેમને ખબર જ ના પડી કે ક્યારે તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી.
લગ્નના લગભગ ૫ વર્ષ પહેલા રૂપાલીને અહેસાસ થયો હતો કે તે અને અશ્વિન એકબીજાને પ્રેમ કરવા લાગ્યા છે. અશ્વિન રૂપાલીને એટલી હદે પ્રેમ કરવા લાગ્યો હતો કે તેણે વિદેશમાં સારા પગારની નોકરી છોડીને ભારત આવવાનો ર્નિણય કર્યો હતો.
૨૦૧૩માં એક ઈન્ટરવ્યૂમાં રૂપાલીએ જણાવ્યું હતું કે, અશ્વિન અમેરિકાની એક ઈન્શ્યોરન્સ કંપનીમાં વીપી હતો અને એડ ફિલ્મમેકર પણ. રૂપાલી સાથે લગ્ન કરવા માટે અશ્વિને આ નોકરી છોડી હતી અને ભારત આવ્યો હતો. રૂપાલીએ ૬ ફેબ્રુઆરી ૨૦૧૩ના રોજ અશ્વિન વર્મા સાથે લગ્ન કર્યા હતા.
બધું જ એટલી જલદી જલદી થયું કે રૂપાલીને વિશ્વાસ નહોતો થતો કે તેના લગ્ન થઈ રહ્યા છે. એક ઈન્ટરવ્યૂમાં આ વિશે વાત કરતાં રૂપાલીએ કહ્યું હતું કે, તેનો ભાઈ દર પાંચ મિનિટે કહેતો હતો કે તારા લગ્ન થઈ રહ્યા છે.
આવી દોડધામના કારણે રૂપાલી કેટલાક મિત્રોને પણ લગ્નમાં બોલાવાનું ભૂલી ગઈ હતી. રૂપાલીએ અશ્વિન સાથે ચૂપચાપ લગ્ન કરી લીધા હતા. આ વિશે તેણે જણાવ્યું હતું કે, અમારો ઈરાદો લગ્ન છુપા રાખવાનો નહોતો પરંતુ અમે લગ્નમાં બહુ ભીડ થાય તેવું નહોતા ઈચ્છતા. બધું જ ફટાફટ થઈ ગયું હતું. અશ્વિનના દીદી અને જીજાજી શિકાગોથી આવ્યા હતા અને તેમણે કહ્યું કે, તમે લગ્ન કેમ નથી કરી લેતા? તેમને ૮ ફેબ્રુઆરીએ પાછું જવાનું હતું. ત્યારે રૂપાલીએ પોતાના ભાઈ સાથે આ અંગે વાત કરતાં તે આશ્ચર્યચકિત થયો હતો.
જાે કે, તેના પપ્પા એકદમ કૂલ હતા જ્યારે મમ્મીનો જવાબ તો ચોંકાવનારો હતો. રૂપાલીની મમ્મીએ કહ્યું હતું કે, ચલો લગ્નની તૈયારી માટે એક મહિનો છે, અમે સંભાળી લઈશું. રૂપાલીના લગ્ન એટલા તાવળમાં થયા હતા કે તેને સાડીનો બ્લાઉઝ સિવડાવવાનો સમય નહોતો મળ્યો. એ વખતે તેણે જૂની સાડીના બ્લાઉઝ મેચ કરીને જ કામ ચલાવ્યું હતું. લગ્નના દિવસે અશ્વિન મોડો આવતાં રૂપાલી ગભરાઈ ગઈ હતી.