Western Times News

Gujarati News

૧૧ વર્ષની છોકરીએ મંદિરના નિર્માણ માટે ૫૦ લાખ એકઠા કર્યા

સુરત: અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવા માટે રામ મંદિર અયોધ્યા સમર્પણ નિધિ હેઠળ લોકો પાસેથી દાન એકત્રિત કરવામાં આવી રહ્યું છે, ત્યારે સુરતની ૧૧ વર્ષની નાની દીકરીએ સુરતમાં ૪ રામકથા કરીને ૫૦ લાખ રૂપિયા એકત્ર કરી ભવ્ય રામમંદિર માટે સમર્પિત કર્યા છે. તેને લોકોને અપીલ કરી છે.

ભવ્ય રામમંદિર માટે સમર્પણ નિધિ આપવાના અનેક કિસ્સાઓ તમે સાંભળ્યા હશે પરંતુ સુરતની માત્ર ૧૧ વર્ષીય આ નાનકડી દીકરીએ રામ ભક્તિની જે મિશાલ કાયમ કરી છે.

તે ભલભલાને આશ્ચર્યમાં મુકી દેશે. ધોરણ ૬ની વિદ્યાર્થિનીએ લોકડાઉન દરમિયાન શાળાના ભણતરની સાથે ભગવદ્‌ ગીતાનું અધ્યયન શરૂ કર્યું. ત્યારબાદ રામાયણ પઠન કરતા તેણે ભગવાન રામના અસ્તિત્વ અને તેમની મહાનતા અંગેની જાણકારી મળી ત્યારે તેને વિચાર્યું કે હવે રામ મંદિર બનાવવા માટે તે પણ પોતાની રીતે યોગદાન આપશે. જેથી આ નાનકડી ભાવિકા રાજેશ મહેશ્વરીએ માત્ર ૧૧ વર્ષની ઉંમર રામ કથાનું વાંચન કરવાનો ર્નિણય લીધો હતો.

અયોધ્યામાં ભવ્ય રામમંદિર બનાવવા માટે રામમંદિર અયોધ્યાસમર્પણ નિધિ હેઠળ લોકો પાસેથી દાન એકત્રિત કરવામાં આવી રહ્યું છે. સુરતની ૧૧ વર્ષની નાની દીકરીએસુરતમાં ૪ રામકથા કરીને ૫૦ લાખરૂપિયા એકત્ર કરી ભવ્ય રામમંદિર માટે સમર્પિત કર્યા છે.ભાવિકાના પિતા રાજેરા મહેશ્વરીએજણાવ્યું હતું કે, લોકો પોત પોતાનીરીતે રામમંદિર બનાવવા માટે દાન આપી રહ્યા છે, ત્યારે મારી દીકરી ભાવિકા ધોરણ ૯ માં અભ્યાસ કરે છે.

તેને લોકડાઉન દરમિયાન સમયનો સદઉપયોગ કરીને શાળાના ભણતરની સાથે ભગવદ્‌ ગીતાનું અધ્યયન કારૂ કર્યું હતું. સુરતની ૧૧ વર્ષની નાની દીકરીએસુરતમાં ૪ રામકથા કરીને ૫૦ લાખરૂપિયા એકત્ર કરી ભવ્ય રામમંદિર માટે સમર્પિત કર્યા છે.ભાવિકાના પિતા રાજેરા મહેશ્વરીએજણાવ્યું હતું કે, લોકો પોત પોતાનીરીતે રામમંદિર બનાવવા માટે દાન આપી રહ્યા છે, ત્યારે મારી દીકરી ભાવિકા ધોરણ ૯ માં અભ્યાસ કરે છે.તેને લોકડાઉન દરમિયાન સમયનો સદઉપયોગ કરીને શાળાના ભણતરની સાથે ભગવદ્‌ ગીતાનું અધ્યયન કારૂ કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.