હાર્ડવેરની દુકાનમાંથી ગઠિયો વેપારીને ૨૭૦૦૦નો ચુનો લગાવી ગયો
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના હાર્ટ સમાન એપ્રોચરોડ ઉપર આવેલ નિર્માણ શોપીંગ સેન્ટર મા આવેલ એક હાર્ડવેર ની દુકાન માથી એક ગઠીયો તરકીબ અપનાવી વેપારી ને ૨૭૦૦૦ હજાર નો ચુનો લગાવી રફુચક્કર થઈ જતા વેપારી દ્રારા પોલીસ ફરિયાદ .
મળતી માહિતી મુજબ પ્રાંતિજ ના એપ્રોચરોડ રોડ ઉપર આવેલ નિર્માણ શોપીંગ સેન્ટર મા આવેલ હાર્ડવેર ની દુકાન મા એક ગઠીયો ગ્રાહક ના વેશમા આવી વેપારી ની દુકાને આવી વેપારી પાસે દુકાન મા રહેલ પાણીની પાઇપના બે બંડલ લીધા હતા.
અને વેપારી તે દરમ્યાન ૫૦૦ ની નોટો ગણી રહ્યો હતો ત્યારે વેપારી ને વાતોમાં લઈ ને પોતે પ્રાંતિજ અષ્ઠ વિનાયક સોસાયટીમાથી આવ્યો હોવાનુ ઓળખ આપી વેપારી ને કર્યુ કે આ ૫૦૦ ની નોટો જેટલી હોય તે મને આપો.
હુ તમને ૨૦૦૦ ની નોટો આપુ તેમ કહીને વાતો વાતો મા વેપારી પાસે થી ૨૭૦૦૦ હજાર ની લઈ કર્યુ કે આ બે પાઇપ ના બડલ અને આ પૈસા તમને આપી દઉ મારી પાછળ તમારા માણસ ને બેસાડી દો અને ધરે થી તમારા માણસ ને આ બે બડલ ના અને આ ૨૭૦૦૦ હજાર આપી દઉ તે કહેતા વેપારી ભોળવાઇ ગયો હતો અને નોકર ને ગઠિયાના બાઇક પાછળ મોકલ્યો હતો,
તો ગઠીયો આગળ જઈ સોસાયટી આવતા વેપારીના માણસ ને નીચે ઉતારીને કહ્યું, આ મારા મકાન આગળ પાઇપના બડલ મુકી દે અને વેપારીનો માણસ પાઇપ ના બડલ મુકવા ધર આગળ ગયોને બાઇક ચાલક ગઠીયો બાઇક લઈ ને છૂમંતર થઈ ગયો તો વેપારી નો માણસ પાછળ દોડ્યો હતો.
પણ ગઠિયો ભાગી ગયો અને દુકાને આવી ને વેપારી ને જાણ કરતા વેપારી ને છેતર્યા હોવાનો એહસાસ થતા તાત્કાલીક પ્રાંતિજ પોલીસ ને જાણ કરી હતી તો પ્રાંતિજ પોલીસ તાત્કાલીક ધટના સ્થળે દોડી આવી હતી અને દુકાન મા લાગેલ સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ હાથધરી હતી.