બિહારમાં કોવિડના ફર્જી તપાસ મામલામાં સાત અધિકારીઓ બરતરફ
પટણા: પ્રદેશમાં કોરોના તપાસમાં ગેરરીતીઓ પકડાયા બાદ સરકારે જમુઇના સિવિલ સર્જન પ્રભારી ચિકિત્સા પદાધિકારી પ્રતિરક્ષ પદાધિકારી સહિત સાત લોકોને બરતરફ કર્યા છે. ચાર અધિકારીઓ પર મુખ્ય કાર્યાલય સ્તર પર કાર્યવાહી કરવામાં આવી છે જયારે ત્રણ પર જીલ્લાને બરખાસ્ત કરી દેવામાં આવ્યા છે. તેમની વિરૂધ્ધ વિભાગીય કાર્યવાહી ચાલશે દરમિયાન સરકારે મામલાની ગંભીરતાને જાેતા તમામ જીલ્લામાં તપાસના નિર્દેશ પણ આપ્યા છે.
જમુઇમાં કોરોના ટેસ્ટના રિપોર્ટના આંકડામાં નામ ઉમર અને ફોન નંબરમાં વ્યાપક રીતે ગેરરીતિ કરવામાં આવી હતી.આ મામલો રાજયસભામાં પણ ઉઠયો હતો મામલો સામે આવ્યા બાદ સરકારે કડક પગલા ઉઠાવ્યા અને આ અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી
મામલાની ગંભીરતાને જાેતા આરોગ્ય મંત્રી મંગલ પાડેયે તમામ જીલ્લામાં તપાસના આદેશ આપ્યા છે મંત્રીએ કહ્યું કે આ મામલાની તપાસમાં જાે એએનએમ કે લૈબ ટેકનીશિયન દોષિત જણાશે તો તેમની વિરૂધ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.આરોગ્ય વિભાગે પોતાના સંદેશમાં કહ્યું છે કે કોવિડ ૧૯ની તપાસમાં જે અધિકારીઓની જવાબદારી હતી તેમના સ્તર પર બેદરકારી દાખવવામાં આવી છે ત્યારબાદ તેમને બરતરફ કરવામાં આવ્યા છે.
કોરોના ટેસ્ટમાં ગેરરીતિના મામલાએ જાેર પકડયા બાદ આરોગ્ય વિભાગે મંત્રીના નિર્દેશ પર અલગ અલગ ૧૨ ટીમોની રચના કરી આ ટીમોની જવાબદારી હશે કે તે સંબંધિત જીલ્લામાં કોરોના ટેસ્ટના આંકડાની તપાસ કરે અને રિપોર્ટ બનાવી સરકારને સોપે આરોગ્ય વિભાગે જમુઇના સિવિલ સર્જન બાદ ત્યાં નવા સિવિલ સર્જનની નિયુક્તિ પણ કરી દીધી છે આરોગ્ય વિભાગે આ સંબંધમાં આદેશ જારી કર્યો છે
આદેશ અનુસાર મુઝફફરપુરના પર મુખ્ય ચિકિત્સા પદાધિકારી ડો વિનયકુમાર શર્ને જમુઇના સિવિલ સર્જન બનાવવામાં આવ્યા છે ડો ખુશતર અજમીને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર સિંકદર અને ડો મનોજકુમાર યાદવને બરહટ પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રને પ્રભારી ચિકિત્સા પદાધિકારી બનાવવામાં આવ્યા છે.