પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત પાંચમા દિવસે વધારો નોંધાયો
નવીદિલ્હી: સરકારી ઑઇલ કંપનીઓએ આજે સતત પાંચમાં દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. આ વધારે સાથે જ દેશના અનેક શહેરમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર ૧૦૦ રૂપિયાની નજીક પહોંચી ગયો છે.
દેશના મેટ્રો શહેરમાં પેટ્રોલની કિંમતમાં ૨૫-૩૦ પૈસાનો વધારો થયો છે, જ્યારે ડીઝલની કિંમતમાં ૩૫ પૈસા સુધી વધારે કરાયો છે.
મધ્યા પ્રદેશના ભોપાલમાં પેટ્રોલની કિંમત ૯૬.૩૯ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત ૮૬.૮૬ રૂપિયા પ્રતિ લીટર થઈ છે. રાજસ્થાનના ગંગાનગરમાં પેટ્રોલની કિંમત ૯૮.૯૮ રૂપિયા પ્રતિ લીટર છે છે, જ્યારે ડીઝલની કિંમત ૯૦.૮૨ રૂપિયા પ્રતિ લીટર થઈ છે.
દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાેઇએ તો દિલ્હી- પેટ્રોલ ૮૮.૪૪ રૂપિયા અને ડીઝલ ૭૮.૭૪ રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈ- પેટ્રોલ ૯૪.૯૩ રૂપિયા અને ડીઝલ ૮૫.૭૦ રૂપિયા પ્રતિ લીટર છે.
કોલકાતા- પેટ્રોલ ૮૯.૭૩ રૂપિયા અને ડીઝલ ૮૨.૩૩ રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નાઈ- પેટ્રોલ ૯૦.૭૦ રૂપિયા અને ડીઝલ ૮૩.૮૬ રૂપિયા પ્રતિ લીટર છે. બેંગલુરુ-પેટ્રોલ ૯૧.૪૦ રૂપિયા અને ડીઝલ ૮૩.૪૭ રૂપિયા પ્રતિ લીટર છે. ભોપાલ-પેટ્રોલ ૯૬.૩૯ રૂપિયા અને ડીઝલ ૮૬.૮૬ રૂપિયા પ્રતિ લીટર છે.
નોઇડા-પેટ્રોલ ૮૭.૨૮ રૂપિયા અને ડીઝલ ૭૯.૧૬ રૂપિયા પ્રતિ લીટર છે. ચંડીગઢ-પેટ્રોલ ૮૫.૧૧ રૂપિયા અને ડીઝલ ૭૮.૪૫ રૂપિયા પ્રતિ લીટર છે. પટના-પેટ્રોલ ૯૦.૮૪ રૂપિયા અને ડીઝલ ૮૩.૯૫ રૂપિયા પ્રતિ લીટર છે.
લખનઉ-પેટ્રોલ ૮૭.૨૨ રૂપિયા અને ડીઝલ ૭૯.૧૧ રૂપિયા પ્રતિ લીટર છે.પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે ૬ વાગ્યે અપડેટ થઈ જાય છે. વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજાે જાેડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે ૬ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે ૬ વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.