Western Times News

Gujarati News

પ્રાઇવેટ કંપનીઓને ૧૦૦ કરોડમાં વાહનોના ડેટા વેચ્યા

નવી દિલ્હી: ભારત સરકારે વાહન અને સારથીના ડેટાબેસને પ્રાઈવેટ કંપનીઓ સાથે શેર કરીને ૧૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ સંસદમાં આ જાણકારી આપી છે. લોકસભામાં એક લેખિત જવાબમાં કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, સરકાર દ્વારા વાહન અને સારથીના ડેટાબેસને શેર કરીને ૧,૧૧,૩૮,૭૯,૭૫૭ રૂપિયાની રકમ એકત્રિત કરવામાં આવી છે.

કેન્દ્રિય મંત્રી ગડકરીએ જણાવ્યું કે, આ ડેટાબેસને ગૃહ મંત્રાલય, કાયદો લાગુ કરનારી એજન્સીઓ, ઈન્શ્યોરન્સ કંપનીઓ સાથે સાથે ઓટો કંપનીઓ સાથે શેર કર્યા છે. એવી ૧૭૦ કંપનીઓ અને સંસ્થાઓ છે જેમની સાથે વાહન માલિકોનો ડેટા શેર કરવામાં આવ્યો છે. જેમાં બીએમડબલ્યૂ, એક્સિસ બેંક, બજાજ આલિયાન્ઝ જનરલ ઈન્શ્યોરન્સ, એલએન્ડટી ફાઈનાન્શિયલ સર્વિસ, મર્સિડિઝ બેન્ઝ જેવી કંપનીઓ છે.

માર્ગ પરિવહન મંત્રાલયે ૨૦૧૯માં જાહેર કરેલી બલ્ક ડેટા શેરિંગ પોલિસીને ખતમ કરી દીધી છે. જેમાં દેશમાં ડ્રાઈવિંગ લાઈસન્સ અને રજિસ્ટર્ડ વાહનોની ડિટેલ શામેલ છે. મંત્રાલયે ૨૦૨૦માં પર્સનલ ડેટા અને પ્રાઈવસીની ચિંતાઓના સંભવિત દુરુપયોગનો ઉલ્લેખ આપતા આ પોલિસીને નજરઅંદાજ કરી દીધી હતી.

વાહન અને સારથી ડેટાબેસને પ્રાઈવેટ કંપનીઓ સાથે શરે કર્યા છે. તેમાં દેશમાં રજિસ્ટર થયેલા વાહનો અને ડ્રાઈવિંગ લાઈસન્સની વિસ્તૃત જાણકારી છે. શું સરકાર પ્રાઈવેટ કંપનીઓ પાસેથી આ ડેટા ડિલીટ કરાવી શકે છે કે નહીં, તેમ પૂછવા પર નીતિન ગડકરીએ કહ્યું કે, આવો કોઈ પ્રસ્તાવ હજુ વિચારમાં નછી. બલ્ક ડેટા શેરિંગ પોલિસી અંતર્ગત સંસ્થા કોઈપણ કેલેન્ડર વર્ષમાં કોઈપણ સમયે આ પ્રકારના ડેટા ખરીદી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.