Western Times News

Gujarati News

ચેન્નાઈના મેદાનમાં પહેલીવાર પ્રેક્ષકોને મેચ જાેવા એન્ટ્રી મળી

નવી દિલ્હી: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજથી ચેન્નાઈમાં બીજી ટેસ્ટનો પ્રારંભ થયો છે. જાેકે આ ટેસ્ટ મેચ એ રીતે મહત્વની છે કે,

કોરોનાના કારણે લોકડાઉન લાગુ થયુ તે બાદ પહેલી વખત સ્ટેડિયમમાં દર્શકોની વાપસી થઈ છે. આ પહેલા કોરોનાના કારણે ભારતમાં કોઈ પણ સ્ટેડિયમમાં દર્શકોને મેચ જાેવા માટે મંજૂરી નહોતી.

જાેકે બીજી ટેસ્ટમાં ક્રિકેટ ચાહકો મેચની મજા માણી શકે તે માટે સ્ટેડિયમની ક્ષમતાના ૫૦ ટકા પ્રેક્ષકોને મંજૂરી આપવામાં આવી છે.

ભારતના ક્રિકેટ બોર્ડે પણ આ વાતની નોંધ લઈને કહ્યુ છે કે, ચેન્નાઈના ચેપોક ગ્રાઉન્ડ પર દર્શકોના શોરબકોરની અમે રાહ જાેઈ રહ્યા હતા.દર્શકોનું સ્વાગત કરવા માટે અમે તૈયાર છે.

ચેન્નાઈના સ્ટેડિયમની ક્ષમતા લગભગ ૩૦૦૦૦ જેટલી છે અને તે હિસાબે ૧૫૦૦૦ પ્રેક્ષકોને મેચ જાેવા માટે સ્ટેડિયમમાં આવવાની મંજૂરી અપાઈ છે.

બીજી તરફ લોકોમાં પણ લગભગ એક વર્ષ બાદ લાઈવ ક્રિકેટ જાેવાનો ઉત્સાહ જાેવા મળ્યો હતો. મેચના પહેલા દિવસની તમામ ટિકિટ ગણતરીના કલાકોમાં વેચાઈ ગઈ હતી.

બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. શુભમન ગીલ, પૂજારા અને કોહલી સસ્તામાં આઉટ થયા બાદ રોહિત શર્માની શાનદાર સદીના સહારે ભારતીય ટીમે પ્રવાસી ટીમ સામે છ વિકેટે ૩૦૦ રન બનાવી લીધા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.