કોન્સટેબલ અકસ્માતમાં ઈજાગ્રસ્ત બાળકીને ઉંચકીને સારવાર માટે દવાખાને ખસેડી

સામાન્ય રીતે પોલીસ સામે ગંભીર આરોપ લાગતા હોય છે અને સવાલો ઉભા થતા હોય છે પોલીસનું નામ સાંભળતા આરોપીઓમાં ફફડાટ આવી જાય છે. ક્યારેક નાનું છોકરું રડતું હોય ત્યારે તેને ચૂપ કરાવવા મા-બાપ પણ પોલીસની બીક બતાવતા હોય છે. ખાખી વર્દીમાં કડક દેખાતી પોલીસમાં પણ કેટલી માનવતા ભરી છે
તેનું ઉદાહરણ તલોદ નજીક આવેલા રણાસણ નજીક અકસ્માતમાં જોવા મળ્યું હતું રણાસણ નજીક અકસ્માતની ઘટનામાં એક બાળકી ઈજાગ્રસ્ત થતા પેટ્રોલીંગ કરી રહેલી તલોદ પીઆઇ અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી ઈજાગ્રસ્ત બાળકીને કોન્સટેબલે ખભે ઉંચકી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચ્યો હોવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા લોકોએ તલોદ પોલીસની સમગ્ર પંથકમાં ભારે સરાહના થઇ રહી છે
તલોદ પી.એસ.આઇ બી.ડી.રાઠોડ અને તેમની ટીમ તેમના વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે રણાસણ ગામ નજીક અકસ્માતની ઘટના બનતા તાબડતોડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અકસ્માતમાં એક સાત થી ૮ વર્ષનું બાળક ઈજાગ્રસ્ત થયું હોવાની સાથે દર્દથી કણસી રહી હતી.
કોન્સટેબલ મયુરધ્વજસિંહ નામનો પોલીસ કોન્સટેબલ એમ્બ્યુલન્સની રાહ જોયા વગર હોસ્પિટલ નજીક હોવાથી ઈજાગ્રસ્ત બાળકને ખભે ઉંચકી સારવાર માટે ખસેડી હતી પાછળ તલોદ પીએસઆઈ બી.ડી.રાઠોડ પણ દોડ્યા હતા પોલીસની સરાહનીય કામગીરીનો વિડીયો સ્થળ પર હાજર કોઈ જાગૃત નાગરિકે ઉતારી સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા કોન્સટેબલ મયુરધ્વજસિંહ અને તલોદ પોલીસની કામગીરીને લોકોએ આવકારી હતી