મોદીએ પ્લેનમાંથી ચેપક સ્ટેડિયમની તસવીર શેર કરી
ચૈન્નાઈ કોરોના કાળમાં પ્રથમ વખત સ્ટેડિયમમાં દર્શક ક્રિકેટ જાેવા માટે પહોંચ્યા છે. શરૂઆત ચેન્નઈના ચેપકમાં ચાલી રહેલી ભારત અને ઈગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચથી થઈ છે. બીજા દિવસે આ ટેસ્ટને એક ખાસ દર્શકે એક અલગ અંદાજમાં જાેઈએ છે. આ ખાસ દર્શક છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી.
મોદીએ રવિવારે તમિલનાડુ પ્રવાસ પર હતા. તેઓ જ્યારે ચન્નઈથી કેરળ જઈ રહ્યા હતા ત્યારે તેમણે પ્લેનમાંથી ચેપક સ્ટેડિયમનો ફોટો લીધો. મોદીએ ફોટોને સોશિયલ મીડિયા અકાઉન્ટર પર શેર કર્યો અને લખ્યું-ઈન્ટરેસ્ટીંગ ટેસ્ટ મેચનો હવાઈ નજારો જાેવા મળ્યો. મોદીની આ પોસ્ટ વાયરલ થઈ છે. તેને એક કલાકમાં આશરે એક લાખ લોકોએ શેર કરી.