ઉત્તરાખંડમાં ટનલની અંદર કાટમાળમાંથી ૩ મૃતદેહ મળ્યા
ચમોલી, ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગત રવિવારે ગ્લેશિયર ફાટ્યા બાદ ભયંકર પૂર આવ્યું હતું, જેમાં ૧૫૦-૨૦૦ જેટલા લોકો હજી ગુમ છે. ત્યારે આજે ચમોલી જિલ્લામાં તપોવન ટનલમાંથી વધુ ત્રણ મૃતદેહો મળી આવ્યા છે. અકસ્માત બાદ બચાવ કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં ૪૧ મૃતદેહ મળી આવ્યા છે.
જેથી હવે બચાવ કામગીરી વધુ તેજ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ચમોલી ગ્લેશિયર અકસ્માતને હજી એક અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ તપોવન ટનલમાં હજી બચાવ કામગીરી ચાલુ છે. ઉત્તરાખંડમાં કુદરતી આફત બાદ, આઈટીબીપીના જવાનો, સૈન્ય, એનડીઆરએફ અને એસડીઆરએફ સાથે મળીને બચાવ કામગીરીમાં જાેડાયેલા છે.