આંદોલને તત્કાલીન ઇન્દિરાજીની સરકારને ઉખેડી ફેંકી દીધી હતી
આ આઝાદીના આંદોલનનું અપમાન છેઃ આંદોલનજીવી’ શબ્દ પર લેખ લખી મોદી પર નિશાન-ઇમરજન્સી વિરુદ્ધ નારાયણે આંદોલન કર્યુ હતુ-સંજય રાઉત
મુંબઈ, શિવસેનાના મુખપત્ર ”સામના”માં છપાયેલા લેખમાં ‘આંદોલનજીવી’ શબ્દના ઉપયોગને લઈને પ્રદાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધવામાં આવ્યુ છે. આ લેખમાં શિવસેનાના સીનિયર નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે આરોપ લગાવ્યો કે, આંદોલનજીવી કહેવું સ્વતંત્રતા આંદોલનનું પણ અપમાન છે.
તેમણે કહ્યું કે, આઝાદીની લડાઈમાં ભાજપ ક્યાંય નહતું. મહત્વનું છે કે આ પહેલા તેમણે ટ્વીટ કરતા કહ્યું હતું કે, ગર્વથી કહો આપણે બધા આંદોલનજીવી છીએ. તેમણે પોતાના ટ્વીટમાં ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતની સાથે તસવીર શેર કરી છે. સામનાના તાજા લેખમાં સંજય રાઉતે કહ્યુ, ‘આંદોલનજીવી’ શબ્દોનો ઉપયોગ ન માત્ર કિસાનોનું અપમાન છે પરંતુ આ દેશની આઝાદીની લડાઈના આંદોલનનું પણ અપમાન છે.
પોતાના લેખમાં સંજય રાઉતે કહ્યુ કે, ઇમરજન્સી વિરુદ્ધ જય પ્રકાશ નારાયણે આંદોલન કર્યુ હતુ. આ આંદોલને તત્કાલીન ઇન્દિરા ગાંધીની સરકારને સત્તામાંથી ઉખેડી ફેંકી દીધી હતી. આ સાથે તેમણે નેતાજી સુભાષ ચંદ્ર બોઝનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, નેતાજી સુભાષ ચંદ્રની આઝાદ હિંદ સેના પણ આંદોલનની હતી.
વર્ષ ૨૦૧૨ના ર્નિભયા ગેંગરેપ કેસનો ઉલ્લેખ કરતા શિવસેના સાંસદે કહ્યુ કે, તે સમયે સંસદ અને રસ્તા પર આંદોલન કરનારમાં ભાજપના લોકો પણ સામેલ હતા. સમાજમાં સુધાર લાવવા માટે રાજા મોહન રાયનો સંઘર્ષ પણ આંદોલન હતો.
હકીકતમાં રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર રજૂ ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો જવાબ આપતા આંદોલનજીવી શબ્દનો ઉપયોગ કર્યો હતો. કૃષિ સુધાર પર યૂ-ટર્ન લેવા માટે કોંગ્રેસને આડે હાથ લેતા તેમણે કહ્યુ હતું કે, છેલ્લા કેટલાક સમયથી દેશમાં આંદોલનજીવીની એક નવી જમાત પેદા થઈ છે જે આંદોલન વગર જીવી શકતી નથી.