Western Times News

Gujarati News

દાહોદમાં ગેમ રમતા બાળકના હાથમાંથી મોબાઇલ ફોન લૂંટી બે ફરાર

પ્રતિકાત્મક

દાહોદના લીમડીમાં રાત્રે ૮ વાગ્યાના સુમારે બનેલી ચોંકાવનારી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે

દાહોદ,  જાે તમે મોબાઈલ લઈને બજારમાં જતા હો કે બાળકના હાથમાં મોબાઈલ પકડાવી દેતા હો તો ચેતી જજાે. દાહોદમાં ભર બજારમાંથી મોબાઈલની ચીલ ઝડપની ચોંકાવનારી ઘટના સામે આવી છે. લીમડીમાં ભર બજારમાં બાળક મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો, ત્યારે બાઈક પર આવેલા બે તસ્કરોએ મોબાઈલની ચીલ ઝડપ કરી ફરાર થયા હતા.

લીમડીમાં રાત્રે ૮ વાગ્યાના સુમારે બનેલી ચોંકાવનારી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેને જાેતા એક વાત સ્પષ્ટ થાય છે કે, બાળકોને રસ્તામાં મોબાઈલ આપતા પહેલા ચેતજાે. મોબાઈલની સાથે સાથે તમારા બાળક પર પણ ખતરો છે. હાલ દાહોદની સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી ચીલ ઝડપ કરનારની શોધખોળ હાથ ધરી છે.

હરીન ચાલીહા/દાહોદ ઃજાે તમે મોબાઈલ લઈને બજારમાં જતા હો કે બાળકના હાથમાં મોબાઈલ પકડાવી દેતા હો તો ચેતી જજાે. દાહોદમાં ભર બજારમાંથી મોબાઈલની ચીલ ઝડપની ચોંકાવનારી ઘટના સામે આવી છે. લીમડીમાં ભર બજારમાં બાળક મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો, ત્યારે બાઈક પર આવેલા બે તસ્કરોએ મોબાઈલની ચીલ ઝડપ કરી ફરાર થયા હતા.

લીમડીમાં રાત્રે ૮ વાગ્યાના સુમારે બનેલી ચોંકાવનારી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેને જાેતા એક વાત સ્પષ્ટ થાય છે કે, બાળકોને રસ્તામાં મોબાઈલ આપતા પહેલા ચેતજાે. મોબાઈલની સાથે સાથે તમારા બાળક પર પણ ખતરો છે. હાલ દાહોદની સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી ચીલ ઝડપ કરનારની શોધખોળ હાથ ધરી છે.

દાહોદમાં મોબાઈલ લૂંટની જે ઘટના બની તે તે લાલબત્તી સમાન છે. એક બાળક પોતાના આંગણામાં જ મોબાઈલ પર રમી રહ્યો હતો ત્યારે બાઈક પર આવેલા બે શખ્સો મોબાઈલ ઝૂંટવીને જતા રહ્યા હતા. આવી અચાનક ઘટના કોઈની સાથે પણ બની શકે છે. રસ્તા પરથી જતા સમયે તમારી સાથે પણ બની શકે છે. આવા સમયે લૂંટારુઓ સરળતાથી તમને ટાર્ગેટ બનાવી શકે છે.

અત્યાર સુધી ચેઈન સ્નેચિંગ અને પર્સ સ્નેચિંગના કિસ્સા સાંભળ્યા હતા. પરંતુ હવે આવી રીતે મોબાઈલ સ્નેચિંગ પણ થઈ રહ્યું છે. દાહોદમાં મોબાઈલ સ્નેચિંગની ગેંગ ફરીથી સક્રિય થઈ છે. જેનાથી ફરી લોકોના માથા પર ટેન્શન આવી ગયું છે. આ ગેંગની મોડસ ઓપરેન્ડી એવી હોય છે કે, તેઓ કોઈને પર શિકાર બનાવે છે.

ખાસ કરીને એવા લોકો રસ્તા પર મોબાઈલ વાપરતા સમયે બેધ્યાન હોય. મોબાઈલ પર વાત કરતા કરતા, હળવા અંદાજમાં મોબાઈલ હાથમાં લઈને બેસ્યા હોય તેવા લોકોને આ ગેંગ ટાર્ગેટ બનાવે છે. જેઓ બાઈક પર આવીને મોબાઈલ ઝૂંટવીને ભાગી જાય છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ દાહોદમાં આ પ્રકારની ગેંગ સક્રિય બની હતી. મોબાઈલ સ્નેચિંગ ગેંગનો આતંક વધતા દાહોદ પોલીસ એક્શનમાં આવી હતી. જેના પરિણામે ૨૦૧૯માં એક ગેંગ ઝડપાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.