પ્રભાસ-પૂજા સ્ટારર “રાધે શ્યામ”નું ટીઝર સામે આવ્યું
મુંબઈ: સાઉથ સ્ટાર પ્રભાસ એક્શન-હીરોનો અવતાર ત્યાગીને દરેક યુવતીનું સપનું હોય તેવા યુવકના રોલમાં જાેવા મળશે. રાધે શ્યામ ફિલ્મમાં પ્રભાસ લવર બોય તરીકે જાેવા મળશે. વેલેન્ટાઈન્સ ડે પર પર મેકર્સે ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. પ્રભાસ અને પૂજા હેગડેએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર રાધે શ્યામની ઝલક બતાવીને ફેન્સને વેલેન્ટાઈન્સ ડેની ગિફ્ટ આપી છે.
ફિલ્મના ટીઝરમાં પ્રભાસમાં ઈટાલિયન ભાષામાં બૂમ પાડીને પોતાની પ્રેમિકા (પૂજા હેગડે)નું ધ્યાન પોતાની તરફ ખેંચવાની કોશિશ કરી રહ્યો છે. ટીઝરમાં રેલવે પ્લેટફોર્મની ઝલક બતાવાઈ છે, જે લોકોથી ખીચોખીચ ભરેલું છે અને પ્રભાસ ઈટાલિયન ભાષામાં બોલી રહ્યો છે. ફિલ્મની આ નાનકડી ક્લિપ પાંચ ભાષામાં રિલીઝ કરવામાં આવી છે.
જેથી જે-તે ભાષાનો દર્શક વર્ગ તેને માણી શકે. ફિલ્મનું ટીઝર હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝર શેર કરવાની સાથે પ્રભાસે જણાવ્યું છે કે, આ ફિલ્મ ૩૦ જુલાઈ ૨૦૨૧ના દિવસે થિયેટરોમાં રિલીઝ થશે. પ્રભાસ ઉપરાંત ફિલ્મની હિરોઈન પૂજા હેગડેએ પણ આ ટીઝર શેર કર્યું છે. પૂજાએ સોશિયલ મીડિયા હેન્ડલ પર ટીઝર શેર કરતાં લખ્યું,
આ વેલેન્ટાઈન્સ ડે પર ચાલો આપણે વર્ષની સૌથી મોટી જાહેરાતને ઉજવીએ! રાધે શ્યામ ૩૦ જુલાઈએ તમારા નજીકના સિનેમાઘરમાં રિલીઝ થશે. જણાવી દઈએ કે, પ્રભાસે ૨ દિવસ પહેલા જાહેરાત કરી હતી કે ૧૪ ફેબ્રુઆરીએ તે રાધે શ્યામની ઝલક બતાવવાનો છે. એ પ્રમાણે આજે ફિલ્મની ઝલક બતાવાઈ છે. આ ફિલ્મ રાધા કૃષ્ણ કુમારે ડાયરેક્ટ કરી છે. પ્રભાસ અને પૂજા ઉપરાંત આ ફિલ્મમાં સચીન ખેડેકર, પ્રિયદર્શિની, ભાગ્યશ્રી, સત્યન, મુરલી શર્મા મહત્વના રોલમાં જાેવા મળશે.