ખેરોજ પોલીસ દ્વારા બાવન હજારનો વિદેશી દારૂ પકડાયો
પોલીસ મહાનિર્દેશક સાહેબ શ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષકશ્રી સાબરકાંઠા નીરજ બડગુજર સાહેબ નાઓએ પ્રોહીબીશન ની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા સારું સુચના કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી એમ ચૌહાણ સાહેબ ઇડર વિભાગ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરી રહ્યા હતા.
તારીખ 14- 2 -21ના રોજ ખેરોજ પોલીસ સ્ટેશનના પીઆઇ કે. એમ. વાઘેલા, અ.હે.કો બાબુભાઈ, આ.પો.કો.હીરાભાઈ, ડ્રાઇવર કમલેશભાઈ તથા અ.હે.કો.કપૂરભાઈ કોટડા છાવણી પાસે ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે કોટડા તરફથી એક કાર પૂરઝડપે આવી રહી હતી.
જેને હાથનો ઇશારો કરી રોકવાનો પ્રયત્ન કરતા તેના ચાલકે ગાડી ઉભી ન રાખી ગાડીને રાજસ્થાનના પાથરપાડી ગામ તરફના રસ્તે નાળિયામા અંધારાનો લાભ લઇ ગાડી મૂકી નાસી છુટેલ. સદર સિલ્વર કલરની volkswagen polo ગાડી ચેક કરી હતી.
ગાડી ચેક કરતાં ડેકીમો ભારતીય બનાવટ નો વિદેશી દારૂ તથા બિયર સ્કૂલ બોટલ નંગ 230 કિંમત રૂ 52550 તથા ગાડી ની કિંમત રૂપિયા બે લાખ મળી કુલ 2.52,550 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ અન્વયે નાસી છુટેલ અજાણ્ચા ચાલક સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરેલ છે.