પશ્ચિમ રેલ્વે ગ્રાહક સલાહકાર સમિતિના સભ્ય તરીકે નરસિંહ અગ્રવાલ નિમણૂંક
પશ્ચિમ રેલ્વે ગ્રાહક સલાહકાર સમિતિ વર્ષ 2021-2023 માટે પ્રખ્યાત ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર શ્રી નરસિંહ અગ્રવાલની નિમણૂક સભ્ય તરીકે કરવામાં આવી છે. ગાંધીધામ નિવાસી શ્રી અગ્રવાલ 11 વખત ડી.આર.યુ.સી.સી. અને બે વાર ઝેડ.આર.યુ.સી.સી. ના સભ્ય રહી ચૂક્યા છે.
માનનીય રેલ્વે મંત્રી દ્વારા તેમને 01 ફેબ્રુઆરી 2021 થી 31 જાન્યુઆરી 2023 સુધી રચાયેલી પશ્ચિમ રેલ્વે ગ્રાહક સલાહકાર સમિતિના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે.
અગ્રવાલ હાલમાં અખિલ ભારતીય કઞ્જ્યુમર પ્રોટેક્શન કાઉન્સીલના રાષ્ટ્રીય ઉપપ્રમુખ અને સિવિલ ડીફેંસના હેડવાર્ડન તરીકે અમદાવાદ રિવરફ્રન્ટના ફરજ પ્રભારી પણ છે. શ્રી અગ્રવાલ 20 વર્ષથી એન્ટી કરપ્શન એન્ડ હ્યુમન રાઇટ્સ દિલ્હીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે.
મૃદુભાષી, સખત મહેનતુ અને વરિષ્ઠ સમાજસેવી શ્રી અગ્રવાલ, અગ્રવાલ ગ્રુપ ઑફ કંપનીઝના મેનેજિંગ ડિરેક્ટર છે અને મહિલા શક્તિ સોસાયટી ઈન્ડિયા ચંદીગઢના ગુજરાત પ્રભારી તથા ઇંડિયન ક્રાઇમ બ્યુરો ઑફ ઈન્ટેલિજન્સ દિલ્હીના રાષ્ટ્રીય સચિવ સહિત 20 થી વધુ રાષ્ટ્રીય સંગઠનો સાથે સંકળાયેલા છે અને સેવા આપી રહ્યા છે.