Western Times News

Gujarati News

દિલ્હી મેટ્રો સંપૂર્ણપણે કેશલેસ અને ટચ ફ્રી થશે

નવી દિલ્હી: દિલ્હી મેટ્રોમાં યાત્રા કરતા મુસાફરોને જલ્દી જ એક મોટી ગિફ્ટ મળવા જઈ રહી છે. ડીએમઆરસી ટૂંક સમયમાં જ કેશલેસ બનશે, એટલે કે મુસાફરો ટચલેસ ક્યૂ આર કોડ દ્વારા મુસાફરી કરશે. મુસાફરોના ભાડા ચુકવણીની સુવિધા માટે દિલ્હી મેટ્રોના તમામ સ્ટેશનો પર ઓટોમેટિક ફેયર કલેક્શન ગેટને અપગ્રેડ કરવામાં આવી રહ્યો છે,

ત્યારબાદ મેટ્રોના મુસાફરોને કેશલેસ મુસાફરીની સુવિધા મળવાનું શરૂ થઈ જશે. દેશભરમાં ફેલાયેલા રોગચાળા વચ્ચે ડીએમઆરસીએ આ સુવિધા શરૂ કરવાની યોજના બનાવી હતી.

આ સિવાય ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે ક્વિક રિસ્પોન્સ કોડની સુવિધા લાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ઊઇ કોડમાંથી પેમેન્ટનો ઉપયોગ ફક્ત દિલ્હી એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર થઈ રહ્યો છે. આ લાઇન પર મુસાફરી કરનારા મુસાફરો ટિકિટના પૈસાના પેમેન્ટ માટે કોઈપણ એપ્લિકેશનમાંથી ક્યૂઆર કોડ સ્કેન કરી શકે છે. આ સિવાય આ લાઇન પર મેટ્રો નેશનલ કોમન મોબિલીટી કાર્ડનો ઉપયોગ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.

અહેવાલ મુજબ, તમને જણાવી દઈએ કે ક્યુઆર કોડ સિસ્ટમ દિલ્હી મેટ્રોના નવ કોરિડોર પર ઉપલબ્ધ થશે, જે ૩૧૪ કિલોમીટર અને ૨૪૫ સ્ટેશનોમાં ફેલાયેલ છે. ડીએમઆરસીની સરેરાશ દૈનિક મુસાફરોની સંખ્યા ૨.૮૬ મિલિયન છે અને તેણે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૦૦ કરોડ રાઇડર્સ સેવા આપી છે. ડીએમઆરસીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનુજ દયાલના જણાવ્યા અનુસાર, ડીએમઆરસીએ ક્યુઆર કોડ લાગુ કરવા, ઇએમવી અપગ્રેડ કરવા અને રૂપિયા આધારિત ટિકિટિંગ માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટને નિમંત્રીત કર્યું છે.

ડીએમઆરસી અનુસાર, એએફસી સિસ્ટમ વિકસિત થઈ છે, તેને અપગ્રેડ કરવાની જરૂરીયાત છે. અધિકારીઓનું કહેવું છે કે મુસાફરો ૨૩ બેંકો દ્વારા જારી કરાયેલા રૂપે કાર્ડનો ઉપયોગ કરી શકશે. ક્યુઆર કોડ સિસ્ટમનો ઉપયોગ કરવા માટે મુસાફરોએ તેમના મોબાઇલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે અને તેમાં રજીસ્ટર કરવું પડશે. અહીં તમારે તમારું મેઇલ આઇડી દાખલ કરવું પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.