અભિનેતા સંદીપે ગોરેગાંવના ઘરમાં આત્મહત્યા કરી લીધી
મુંબઈ: એમએમ ધોની અને કેસરી જેવી હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા એક્ટર સંદીપ નાહરએ સોમવારે મુંબઈના ગોરેગાંવ સ્થિત પોતાના ઘરમાં આત્મહત્યા કરી દીધી. મુંબઈ પોલીસ અનુસાર આ મામલામાં કેસ નોંધવામાં આવી ચૂક્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આત્મહત્યા કરતાં પહેલા સંદીપ નાહરે ફેસબુક પર પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને સાથોસાથ એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેણે અંગત જિંદગી અને પ્રોફેશનલ લાઇફમાં પડી રહેલી તકલીફોનો ઉલ્લેખ કર્યો હતો. મુંબઈના ગોરેગાંવના ઘરમાં સોમવારે સંદીપ નાહરની લાશ મળી હતી.
પોલીસના જણાવ્યા મુજબ એક્ટરે આત્મહત્યા કરી. સંદીપે આ રીતે અચાનક આત્મહત્યા કરી દેતાં એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી પર ઘેરો આઘાત લાગ્યો છે. સંદીપ નાહરે આત્મહત્યા પહેલા જે વીડિયો ફેસબુક પર પોસ્ટ કર્યો હતો તેમાં તેણે પોતાની આત્મહત્યાનું કારણ જણાવતા કે, હેલો નમસ્કાર હું છું સંદીપ નાહર તમે લોકોએ મને અનેક ફિલ્મોમાં જાેયો હશે અને આજે આ વીડિયો બનાવવા પાછળ મારો એક ઉદ્દેશ્ય છે,
પહેલા તો આપને સાંભળીને થોડું અજીબ લાગશે કે હું કેવી વાતો કરી રહ્યો છું, પરંતુ લાઇફમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ છે, પરંતુ હું આજે સ્ટેબલ નથી, કારણ કે મારી વાઇફ કંચન શર્માને કારણે દોઢ બે વર્ષથી ટ્રોમામાંથી બહાર નથી આવી શકતો.
હું તેને (કંચન શર્મા) સમજાવીને થાકી ગયો છું. ભૂતકાળની એક જ વાત રિપીટ કરવી, રોજ લડવું, ૩૬૫ દિવસમાંથી ૨૦૦ વાર આત્મહત્યાની વાતો કરવી.
હું મરી જઈશ, તને ફસાવી દઈશ, તારી કારકિર્દી ખરાબ કરી દઈશ. હું ખૂબ જ ઇરિટેટ થઈ ચૂક્યો છું. સંદીપે વધુમાં કહ્યું, હું દરેક વખતે એને સમજાવું છું કે કંચન આવું ન કરાય, તેને સમજ તે મારા પરિવારને ગાળો આપે છે,
મારી માતાને નફરત કરે છે હાલમાં એવો સમય આવી ગયો છે કે હું પરિવારનો ફોન નથી ઉઠાવી શકતો અને ઘણી બધી ચીજાે છે, જે ખરાબ થઈ ચૂકી છે અને એટલી ખરાબ થઈ ચૂકી છે કે હું હવે સહન નહીં કરી શકું. કામને લઈને મુંબઈમાં એટલો સ્ટ્રેસ હોય છે, દરેક ચીજને લઈને સ્ટ્રેસ હોય છે.
કામનો સ્ટ્રેસ પણ સહન કરી શકાય છે, પરંતુ આ મહિલાનો સ્ટ્રેસ છે, સહન કરવો ખૂબ જ મુશ્કેલ થઈ ચૂક્યો છે. તે એવી ઘણી બધી વાતો મને કહી દે છે, તે મારું નામ કોઈની પણ સાથે જાેડી દે છે, હું બે વર્ષથી તેની સાથે છું પરંતુ શકનો કોઈ ઈલાજ નથી.