યુપીમાં બસપા નેતાને તેમના ઘરની નજીક ગોળી મારી દેવાઇ
લખનૌ: ઉત્તરપ્રદેશમાં એક બસપાના નેતાને ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. નિજામાબાદના પૂર્વ ધારાસભ્ય કલામુદ્દીન પર હુમલો થયો હતો કહેવાય છે કે આરોપીઓએ તેમના પર આડેધડ ગોળીબાર કર્યો હતો આથી તેમને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં જયાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું.
આઝમગઢમાં ગઇકાલે સાંજે તેમના પર હુમલો થયો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર મેહનગર વિસ્તારના કુંદપુર ગામની ઘટના છે કહેવામાં તો એ પણ આવી રહ્યું છે કે બસપા નેતા પર ઘાત લગાવી હુમલો કરવામાં આવ્યો છે.
આરોપી નહેર પટરી પર ઘાત લગાવીને બેઠા હતાં જયારે તક મળી તો તેમણે ગોળીબાર શરૂ કરી દીધા કલામુદ્દીનને વારાણસી રેફર કરવામાં આવ્યા હતાં પરંતુ ત્યાં પહોંચતા પહેલા જ તેમનું મોત નિપજયું હતું. તેઓ વર્ષ ૨૦૦૪થી ૨૦૧૨ની વચ્ચે નિજામાબાદથી ઉમેદવાર હતાં જાે કે આ મામલામાં પોલીસે ત્રણ આરોપીઓને હિરાસતમાં લીધા છે અને હાલ પુછપરછની સાથે તપાસ કરવામાં આવી રહી છે.