દીપ સિધ્ધુને ફરી સાત દિવસના પોલીસ રિમાન્ડમાં મોકલાયો
નવીદિલ્હી: ૨૬ જાન્યુઆરીએ રાજધાની દિલ્હીમાં આયોજીત કિસાનોની ટ્રેકટર પરેડ દરમિયાન લાલ કિલામાં થયેલ હિંસાના મામલામાં ધરપકડ પંજાબી અભિનેતા દીપ સિધ્ધુને તીસ હજારી કોર્ટે એકવાર ફરી સાત દિવસની પોલીસ રિમાંડમાં મોકલી દેવામાં આવ્યો છે આ પહેલા પણ ધરપકડ બાદ નવ ફેબ્રુઆરીએ દીપ સિધ્ધુને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો ત્યારે પણ કોર્ટે સિધ્ધુને સાત દિવસની પોલીસ રિમાંડ પર મોકલી દીધો હતો એ યાદ રહે કે દિલ્હી પોલીસની સ્પેશલ સેલે આઠ ફેબ્રુઆરીની રાતે હરિયાણામાં કરનાલ બાઇપાસની પાસેથી દીપ સિધ્ધુની ધરપકડ કરી હતી.
આ મામલામાં તપાસ માટે દિલ્હી પોલીસ શનિવારે દીપ સિધ્ધુ અને એક અન્ય આરોપી ઇકબાલ સિંહને લઇ લાલ કિલા પર ગઇ હતી. પોલીસ અનુસાર ૨૬ જાન્યુઆરીએ લાલ કિલામાં થયેલ હિંસા અને અરાજકતા પાછળ મુખ્ય રીતે સિધ્ધુનો હાથ હતો
એ યાદ રહે કે ગણતંત્ર દિવસે દિલ્ગીમાં જયારે તોફાનો થઇ રહ્યાં હતાં તે સમયે દીપ સિધ્ધુ લાલ કિલામાં જ હાજર હતો અને ઉશ્કેરણીજનક ભાષણ આપી રહ્યો હતો પરંતુ હિંસા થતા જ તે ફરાર થઇ ગયો હતો જયારે હિંસા બાદથી દીપ સિધ્ધુ ફરાર હતો પરંતુ તે સોશલ મીડિયા પર સતત એકિટવ હતો.
દીપ સિધ્ધુ પંજાબી ફિલ્મોનો અભિનેતા છે અને સામાજિક કાર્યકર્તા પણ.દીપે પોતાની ફિલ્મી કેરિયરની શરૂઆત પંજાબી ફિલ્મ રમતા જાેગીથી કરી હતી તેમને લઇને કહેવામાં આવી રહ્યુ ંછે કે તેના નિર્માતા ધર્મેન્દ્ર છે દીપ સિધ્ધુનો જન્મ ૧૯૮૪માં પંજાબના મુતકસર જીલ્લામાં થયો છે દીપે કાનુનનો અભ્યાસ કર્યો છે તે કિંગફિશર મોડલ એવોર્ડ પણ જીતી ચુકયો છે. ૧૭ જાન્યુઆરીએ શિખ ફોર જસ્ટિસથી જાેડાયેલ કેસના સંબંધમાં એનઆઇએએ સિધ્ધિને બોલાવ્યો પણ હતો.