આફ્રીકાની કાંગો નદીમાં હોડી પલ્ટી જતાં ૬૦ લોકોના મોત
નવીદિલ્હી: આફ્રીકા માઇ નોમદબે પ્રાંતના કાંગો નદીમાં હોડી પલ્ટી જવાથી ઓછામાં ઓછા ૬૦ લોકોના મોત નિપજયાં છે એ યાદ રહે કે હોડીમાં લગભગ ૭૦૦ લોકો સવાર હતાં જેમાંથી ૧૦૦ લોકો હજુ પણ ગુમ છે.
સરકારના મંત્રી સ્ટીવ મબિકાયીએ માહિતી આપી છે કે સોમવારની રાતે ૭૦૦ લોકો તે જહાજ પર સવાર હતાં જે ગત રાત માઇ નોમદેબે પ્રાંતના લોગોંલા ઇકોટી ગામની પાસે ડુબી ગઇ સ્ટીવ અનુસાર ધટના બાદથી જ લોકોને બચાવવાનું કાર્ય જારી કરવામાં આવ્યું છે લોકોને સતત બહાર કાઢવા માટે બચાવ ટીમ કામે લાગી છે.
સ્ટીવે કહ્યું કે અત્યાર સુધી ૬૦ શબો કબજે કરવામાં આવ્યા છે આ ઉપાંત ૩૦૦ લોકોને સરક્ષિત નદીની બહાર કાઢવામાં આવ્યા છે હજુ પણ અનેક લોકો ગુમ છે તેમણે કહ્યું કે આ હોડી પાટનગર કિશાંસાથી ચાલી ભૂમધ્ય રેખા માટે જઇ રહી હતી. હોડી ડુબવાને લઇ મંત્રીએ કહ્યું કે હોડી ડુબવાનું મુખ્ય કારણ ઓવરલોડિંગ છે તેમણે કહ્યું કે વ્હેલિંગ બોટમાં યાત્રીકોની સંખ્યા પણ વધુ હતી આ કારણે દુર્ઘટના બની છે.