10 દિવસમાં 70 ટકા કેસ વધવાથી મુંબઈ BMCની ચિંતા વધી
કોરોના એકવાર ફરી મુંબઈમાં પગ પ્રસારવા લાગ્યો છે. છેલ્લા અનેક દિવસથી 500થી વધારે દર્દીઓ રોજ મળી રહ્યા છે. 14 ફેબ્રુઆરીના 645 કેસ સામે આવ્યા.
https://westerntimesnews.in/news/48885
ત્યારબાદથી બીએમસી વહીવટીતંત્રની ઊંઘ ઊડેલી છે. આ માટે ઘણી હદ સુધી 1 ફેબ્રુઆરીથી સામાન્ય લોકો માટે શરૂ થયેલી લોકલ ટ્રેનને જવાબદાર માનવામાં આવી રહ્યું છે.
1 ફેબ્રુઆરીના મુંબઈમાં કોરોનાના ફક્ત 328 કેસ સામે આવ્યા હતા, જ્યારે 10 ફેબ્રુઆરીના 558 અને 11 ફેબ્રુઆરીના 510 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. ફક્ત 10 દિવસમાં 70 ટકા કેસ વધવાથી બીએમસીની ચિંતા વધી ગઈ છે.
42 દિવસ બાદ મહારાષ્ટ્ર (Maharashtra)માં એકવાર ફરીથી કોરોના વાયરસ (Coronavirus)ના કેસોએ ગતિ પકડી છે. આ વધેલી ગતિ ડરામણી છે,
કેમકે રોજના 3થી 4 હજાર કેસ સામે આવવા લાગ્યા છે. મુંબઈ (Mumbai)ની સ્થિતિ ખરાબ થઈ રહી છે. આવામાં અધિકારીઓ અને સરકારની ચિંતા પણ વધી રહી છે.
મુંબઈ મેયરે સ્પષ્ટ કહ્યું છે કે જો લોકો માસ્ક નહીં પહેરે તો શહેરમાં લોકડાઉન (Lock Down) લગાવવું મજબૂરી હશે. મુંબઈની મેયર કિશોરી પેડનેકરે કહ્યું કે, રાજ્યમાં અને મુંબઈમાં વધી રહેલા કોરોનાના કેસ ચિંતાનો વિષય છે.
મુસાફરી કરી રહેલા મોટાભાગના લોકો માસ્ક નથી પહેરી રહ્યા. લોકલમાં ઘણી ભીડ હોય છે, પરંતુ લોકો માસ્ક નથી પહેરી રહ્યા. લોકોએ સાવધાની રાખવી પડશે.