Western Times News

Gujarati News

સાંસદ નવનીત રાણાને મળી જાનથી મારવાની ધમકી

નવી દિલ્હી: મહારાષ્ટ્રના અમરાવતીથી લોકસભા સાંસદ નવનીત રાણાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. રાણાએ ફરિયાદ નોંધાવી છે કે કોઈએ નોર્થ એવન્યુ સ્થિત તેમના ફ્લેટ પર ધમકીનો પત્ર મોકલ્યો છે. પત્રમાં લખ્યું છે કે જાે તેઓ સાંસદ શિવસેના સામે બોલે છે તો ખરાબ પરિણામ ભોગવવું પડશે.

રાણાની ફરિયાદ પછી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. દિલ્હી પોલીસે આ અંગે સંબંધમાં મહિતી આપી છે.

દિલ્હી પોલીસે જણાવ્યું કે મહારાષ્ટ્રના અમરાવતીથી અપક્ષ સાંસદ રાણાએ શનિવારે ફરિયાદ કરી છે. રાણાએ જણાવ્યું કે નોર્થ એવન્યુ સ્થિતિ તેમના ફ્લેટમાં કોઈએ ધમકીભર્યો પત્ર મોકલ્યો છે. પત્રમાં અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને લોકસભામાં શિવસેના સામે બોલવાનું ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી છે.

અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના બાદ નોર્થ એવન્યુ પોલીસ સ્ટેશનમાં રવિવારે સંબંધિત કલમો આધારે કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે તપાસ ચાલી રહી છે.

બીજી તરફ સાંસદે શિવસેનાના નેતા સંજય રાઉત પર ધમકી આપવાનો આરોપ મુક્યો છે. મીડિયા રિપોર્ટ્‌સનું માનીએ તો ફરિયાદમાં સાંસદે જણાવ્યું છે કે નેતા સંજય રાઉત અને શિવસેનાના પૂર્વ સાંસદ આનંદ અડસુને આ પત્ર મોકલાવ્યો છે, એવો તેમને શક છે. તેમણે કહ્યું કે, ધમકી ભરેલા ફોન પણ આવી રહ્યા છે, જેના પર અભદ્ર ભાષાનો પ્રયોગ કરીને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે.

પોલીસે આ મામલે વધુ તપાસ શરુ કરી છે. આ ઘટનામાં કથિત રીતે શિવસેનાના લેટર હેડ પર ધમકીવાળી ભાષાનો પ્રયોગ કરેલો પત્ર લખેલો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જાેકે, પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે આ પત્ર કોના દ્વારા મોકલવામાં આવ્યો છે અને અપક્ષ સાંસદ નવનીત રાણાના આરોપોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.