Western Times News

Gujarati News

બેડમિન્ટન માટે PNB મેટલાઇફ જૂનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપ (JCB) અમદાવાદ પહોંચી!

  • બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયા (BAI) દ્વારા માન્યતાપ્રાપ્ત જેબીસીની પાંચમી સિઝને જેબીસી બૂટ કેમ્પ લોંચ કરીને વધારે મોટું સ્વરૂપ ધારણ કર્યું, જેમાં બેડમિન્ટનનાં દિગ્ગજો સેશનનું હોસ્ટિંગ કરે છે

અમદાવાદ,  ભારતમાં ટોચની 10 ખાનગી જીવન વીમાકંપનીઓમાંની એક પંજાબ મેટલાઇફ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (PNB Metlife)એ શહેરમાં સૌથી મોટી નેશનલ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાંની એક પીએનબી મેટલાઇફ જૂનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપ (JCB) – સિઝન 5 (Season 5) શરૂ કરતાં બેડમિન્ટનનાં ભવિષ્યનાં સિતારોએ વચ્ચે કોર્ટ પર રોમાંચક મુકાબલો જોવા અમદાવાદમાં બેડમિન્ટનપ્રેમીઓ સજ્જ છે. ઓલિમ્પિક મેડલિસ્ટ અને પીએનબી મેટલાઇફની બ્રાન્ડ એમ્બેસેડર પી વી સિંધુ અને નેશનલ બેડમિન્ટન ચેમ્પિયન અને કોચ યુ વિમલકુમારે 4 જુલાઈ, 2019નાં રોજ હૈદરાબાદમાં એનું સત્તાવાર ઉદ્ઘાટન કર્યું હતું. ચાલુ વર્ષે જેબીસી ટૂર્નામેન્ટનું આયોજન થયું હોય એવું અમદાવાદ સાતમું શહેર છે, જે ભારતનાં કુલ 10 શહેરોમાં યોજાવાની છે.

બેડમિન્ટનને ગ્રામીણ સ્તર સુધી લઈ જવાની કંપનીની કટિબદ્ધતાનાં ભાગરૂપે ચાલુ વર્ષે જેબીસી યુવા બેડમિન્ટનનાં ઉત્સાહીઓને સહાય કરવા કસ્ટમાઇઝ યુટ્યુબ ચેનલ જેબીસી બૂટ કેમ્પ શરૂ કર્યો છે, જેમાં વિવિધ સેશનનું હોસ્ટિંગ પી વી સિંધુ, યુ વિમલ કુમાર, વિજય લાન્સી, અનુપ શ્રીધર વગેરે જેવા દિગ્ગજો કરશે. ટ્યુટોરિયલ યુટ્યુબ/પીએનબી મેટલાઇફ જેબીસી બૂટ કેમ્પ પર જોઈ શકાશે.

જેબીસી સિઝન-5નાં અમદાવાદ (ahmedabad) તબક્કાનું ઉદ્ઘાટન બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયાનાં વાઇસ પ્રેસિડન્ટ મયુર પરીખ અને ભૂતપૂર્વ બેડમિન્ટન પ્લેયર અનુજ ગુપ્તાએ કર્યું હતું. આ ટૂર્નામેન્ટમાં શહેરનાં 670 યુવાન બેડમિન્ટન ખેલાડીઓએ નોંધણી કરાવી હતી.

જેબીસી ટૂર્નામેન્ટની પાંચમી એડિશનનું આયોજન 10 શહેરો – ચંદીગઢ, મુંબઈ, પૂણે, કોચી, બેંગાલુરુ, લખનૌ, અમદાવાદ, હૈદરાબાદ, ગૌહાટી અને નવી દિલ્હીમાં થશે. મેચો ચાર વયજૂથની કેટેગરીમાં રમાશે –અંડર-9, 11, 13, 15 અને 17 –છોકરાઓ અને છોકરીઓ એમ બંને માટે. દરેક સિટી ટૂર્નામેન્ટમાંથી દરેક કેટેગરીમાંથી ટોચનાં બે બાળકો નવી દિલ્હીમાં નેશનલ ફાઇનલ માટે આગળ વધશે, જ્યાં તેમને પી વી સિંધુનાં હસ્તે નેશનલ ટાઇટલ સાથે સન્માન થશે.

પીએનબી મેટલાઇફનાં ચીફ માર્કેટિંગ ઓફિસરે નિપુણ કૌશલે કહ્યું હતું કે,“પીએનબી મેટલાઇફ જૂનિયર બેડમિન્ટન ચેમ્પયિનશિપનાં છેલ્લી એડિશન દરમિયાન અમે દેશમાં 8000થી વધારે યુવાન બેડમિન્ટન ઉત્સાહીઓ સુધી પહોંચી શક્યાં હતાં. પાંચમી એડિશનમાં અમે વધારે સફળતા મેળવવા ઇચ્છીએ છીએ તથા તમામ સ્તરે ઊંડી અસર ઊભી કરવા ઇચ્છીએ છીએ તથા બેડમિન્ટનનાં વધારે યુવાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માગીએ છીએ. આ એજન્ડાનાં અનુરૂપ તાજેતરમાં અમે જેબીસી બૂટ કેમ્પ લોંચ કર્યું હતું, જેમાં દેશમાં બેડમિન્ટનનાં યુવાન ખેલાડીઓને ગેમની ટેકનિક, માનસિક ક્ષમતા, ફિટનેસ, પોષણ વગેરે જેવી જાણકારી દિગ્ગજ ખેલાડીઓ પાસેથી જાણવાની તક મળશે.”

સતત સામાજિક અસર ઊભી કરવાનાં ઉદ્દેશ સાથે જૂનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપ સીએસઆર પાર્ટનર તરીકે ક્રાઈ (ચાઇલ્ડ રાઇટ્સ એન્ડ યૂ) સાથે પણ જોડાયેલી છે. છેલ્લાં ચાર વર્ષમાં પોતાની સીએસઆર પહેલનાં ભાગરૂપે પીએનબી મેટલાઇફે કોચિંગ અને તાલીમ માટે ભારતમાં વંચિત બાળકોને વાર્ષિક શિષ્યાવૃત્તિ પ્રદાન કરી છે. ચાલુ વર્ષે 100 વંચિત બાળકોને જેબીસી – સિઝન 5 માટે તાલીમ આપવામાં આવી છે, જેમાં 32 બાળકોને સ્પોર્ટ તરીકે બેડમિન્ટનને લેવા માટે વાર્ષિક શિષ્યાવૃત્તિ પ્રદાન કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.