રામદેવ પાસે યોગ શીખો તો ભાવ ૯૦ નહીં ૬ રુપિયા દેખાશે : શશિ થરુર

નવીદિલ્હી: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારને લઈને વિપક્ષ સરકાર પર નિશાન સાધી રહી છે. કોંગ્રેસના સાંસદ શશિ થરુરે યોગ ગુરુના માધ્યમથી સરકાર પર નિશાન સાધ્યું છે. માઈક્રોબ્લોગિંગ સાઈટ ટિ્વટ પર થરુરે એક તસવીર શેર કરી લખ્યુ ‘જાે તમને બાબા રામદેવ પાસે યોગ શિક્ષા લીધી છે તો તમને પેટ્રોલની કિંમત ૬ રુપિયા લીટર જાેઈ શકશો છો.
થરુરે લખ્યું કે, આકાશને આંબવા લાગી છે તેલની કિંમતો. આપણી સમજની બહાર છે આ તેલનો ઝોલ’.ઉલ્લેખનીય છે કે ૯ દિવસમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશના અનેક ભાગોમાં પેટ્રોલ ૧૦૦ રુપિયા પ્રતિ લીટરના દર પર વેચાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં પેટ્રોલ- ડીઝલના રિટેલ ભાવ વૈશ્વિક બજારોમાં કાચા તેલના ભાવ સાથે જાેડાયેલા છે. આનો મતલબ છે કે જાે વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવ ઘટે તો ભારતમાં પેટ્રોલ- ડીઝલ સસ્તુ થાય.