હુ માછીમારોને સમુદ્રનાં ખેડૂત માનું છુ.ઃ રાહુલ ગાંધી

પોડિચેરી: ખેડૂત આંદોલનને લઇને રાહુલ ગાંધી સતત સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. આ વચ્ચે હવે રાહુલ ગાંધી આજે પુડ્ડુચેરી પહોંચ્યા હતાં. જ્યા તેમણે માછીમારો વચ્ચે એક મંચ પર હાજરી આપી મોટુ નિવેદન આપ્યું હતુ.
રાહુલ ગાંધીએ કહ્યુ કે, ‘જે આપણા દેશનાં કરોડરજ્જૂ છે, તે ખેડૂતો વિરુદ્ધ સરકારે ૩ બીલ પસાર કર્યા છે. તમે જાે કે આશ્ચર્યચકિત થઇ જશો કે હુ માછીમારોની મીટિંગમાં શા માટે ખેડૂતોનાં મુદ્દાની વાત કરુ છુ. હુ તમને સમુદ્રનાં ખેડૂત માનું છુ.
જાે દિલ્હીમાં ખેડૂતોની પાસે જમીન હોઇ શકે છે, તો સમુદ્રનાં ખેડૂતોની પાસે આમ કેમ નથી.’ ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે આરોપ લગાવ્યો હતો કે, દેશમાં દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલિયન સ્વરૂપોનાં કોરોના વાયરસનાં કેસો સામે આવ્યા બાદ સરકાર કોવિડ-૧૯ અંગે ભારે બેદરકારી દાખવી રહી છે. એક સમાચાર શેર કરતાં તેમણે ટ્વીટ કર્યું કે, ‘કેન્દ્ર સરકાર ઘોર બેદરકારી દાખવી રહી છે અને કોવિડ-૧૯ અંગે અતિવિશ્વાસમાં છે. આ હજી ખતમ થયું નથી.’