કિસાન આંદોલન વચ્ચે પંજાબ નગર નિગમની ચુંટણીઓમાં ભાજપના સુપડા સાફ
ચંડીગઢ: પંજાબમાં સ્થાનિક નગર નિગમની ચુંટણીઓમાં કોંગ્રેસે રાજયની સાત નગર નિગમને પોતાના ખાતામાં કરી લીધી છે.ભાજપના સુપડા સાફ થઇ ગયા છે મોહાલી નગર નિગમના પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે કારણ કે ત્યાં બે બુથો પર આજે બીજીવાર ચુંટણી કરાવવામાં આવી હતી આજે જે પરિણામ સામે આવ્યા છે તેનાથી ભાજપ માટે મોટો આંચકો લાગ્યો છે પંજાબના કિસાન ગત અનેક મહીનાથી દિલ્હીની સીમા પર કેન્દ્ર સરકારના કૃષિ કાનુનોની વિરૂધ્ધ પ્રદેશન કરી રહ્યાં છે. એવામાં સવાલ એ ઉઠે છે કે શું કિસાન આંદોલનની અસર આ નગર નિગમની ચુંટણીઓ પર જાેવા મળી છે.
કોંગ્રેસે મોગા હોશિયારપુર કપુરથલા અબોહર પઠાણકોટ બટાલા અને બઠિડા નગર નિગમ જીતી લીધી છે બઠિંડા નગર નિગમ કોંગ્રેસે ૫૩ વર્ષ બાદ જીતી છે પરિણામો જાેતા લાગે છે કે કિસાન આંદોલનને લઇ પંજાબમાં ભાજપની વિરૂધ્ધ વાતાવરણ કોંગ્રેસ પોતાના પક્ષાં લાવવામાં સફર જાેવા મળી રહી છે.
કોંગ્રેસે જબરજસ્ત પ્રદર્શન કર્યું છે અને લગભગ તેણે અનેક નગર નિગમોમાં કલીન સ્વીપ કરી લીધી છે અકાલી દળ પણ શાનદાર પ્રદર્શન કરતી જાેવા મળી છે આમ આદમી પાર્ટીનું પ્રદર્શન ઠીક ઠીક રહ્યું છે આ પરિણામો ભાજપ માટે મોટો આંચકો છે. ભાજપને સખ્ત હારનો સામનો કરવો પડયો છે ત્યાં સુધી કે ભાજપ સરકારમાં મંત્રી રહેલ તીક્ષણ સુદની પત્ની પણ ચુંટણી હારી ગયા છે. નિગર નિગમમાં ભાજપને હાથે નિરાશા આવી છે તેની પાછળનું મુખ્ય કારણ કિસાનોનો ગુસસો માનવામાં આવી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર અબોહરમાં કોંગ્રેસ ૪૯,અકાલી દળ ૧ બેઠકો જીત્યુ છે જયારે બટાલામાં કોંગ્રેસ ૩૫અકાલી છ આપ ૩ ભાજપ ૪ અને અન્ય એક,બઠિડામાં કોંગ્રેસ ૪૩ અકાલી ૭,હોશિયારપુર કોંગ્રેસ ૪૧,આપ ૨ કપુરથલામાં કોંગ્રેસ ૪૫ અકાલી ત્રણ અન્ય બે,મોગામાં કોંગ્રેસ ૨૦,અકાલી ૧૫,આપ ૪ ભાજપ એક અને અન્ય ૧૦ જયારે પઠાણકોટમાં કોંગ્રેસ ૩૭ નગર નિગમની બેઠકો જીત્યુ છે તો અકાલી એક ભાજપ ૧૦ અને અન્ય એક નગર નિગમમાં ચુંટાઇ આવ્યા છે. કોંગ્રેસે પાયલમાં નવ બેઠકો જીતી છે અકાલી દળને એક બેઠક મળી છે પંજાબ નગર નિગમ ચુંટણી માટે ૧૭ ફેબ્રુઆરીએ ૭૧ ટકા મતદાન થયું હતું આ ચુંટણીમાં ૯,૨૨૨ ઉમેદવારોની કિસ્મત દાવ પર લાગી હતી
આ ઉમેદવારોમાં કોંગ્રેસના ૨,૦૩૭,આપના ૧,૬૦૬,અકાલી દળના ૧,૫૬૯ ભાજપના ૧,૦૦૩ બસપાના ૧૬૦,સીપીઆઇના ૨ અકાલી દળ અમૃતસરના ૨ એનસીપીના ચાર અને સર્વ સાંઝી પાર્ટીના એક ઉમેદવાર સામેલ હતાં. બાનુર દોહારામાં પણ કોંગ્રેસે કબજાે જમાવ્યો છે. છ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસની જીત થઇ છે.
ખન્નામાં કોંગ્રેસે ૧૯ બેઠો જીતી છે જયારે અકાલી દળે છ બેઠકો મળી છે. ભાજપના ગઢ માનવામાં આવતા પઠાણકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસના હાથનો જાદુ ચાલ્યો છે. કોંગ્રેસે અહીં ૫૦ વોર્ડમાંથી ૨૩માં જીત હાંસલ કરી છે. ફરીદકોટ નગર નિગમમાં કોંગ્રેસે ૨૫ વોર્ડમાંથી ૧૬માં જીત હાંસલ કરી છે. જયારે કરતાપુરમાં અપક્ષોએ રેકોર્ડ જીત હાંસલ કરી છે. અહીં કોંગ્રેસને છ જયારે અપક્ષ નવમાં જીત્યા છે જયારે અકાલી ભાજપ આપને પરાજયનો સામનો કરવો પડયો છે.
ભવાનીગઢ નિગર નિગમની ૧૫ બેઠકોમાંથી ૧૩ પર કોંગ્રેસનો વિજય થયો છે. જયારે અકાલી અને અપક્ષને એક એક બેઠક મળી છે ભાજપ અને આપ ખાતુ પણ ખોલાવી શકયા નથી બધની કલામાં પણ કોંગ્રેસે બાજી મારી લીધી છે કોંગ્રેસે અહીં નવ બેઠકો જીતી છે અકાલીએ એક અને આપે ત્રણ બેઠકો જીતી છે.
નગર નિગમની ચુંટણીઓમાં કોંગ્રેસની જીત બાદ કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહ જાેવા મળ્યો હતો. કોંગ્રેસના રાજયસભાના સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિને અભિનંદન પાઠવ્યા હતાં. તેમણે કહ્યું હતું કે આ પરિણામ બદલાતા સમયનું સુચક છે આ કિસાન મજદુર વેપારી કર્મચારી યુવાનોની મનની વાત છે. કોંગ્રેસના કાર્યકરો પાર્ટીની જીત બાદ માર્ગો ઉપર ઉતરી આવ્યા હતાં અને ઢોલ નગારા સાથે નાચગાન કરતા જાેવા મળ્યા હતાં અને એક બીજાને મોં મીઠુ કરાવતા હતાં.
કૃષિ કાનુન પર મોદી સરકાર સાથે સંબંધ તોડનાર હરસિમરત કૌર પણ પોતાનો ગઢ બચાવી શકયા નથી ભાજપ પોતાના પ્રભાવવાળી બેઠકો પણ બચાવી શકી નથી ગુરદાસપુરથી સન્ની દેઓલ ભાજપના સાંસદ છે ત્યાં પણ તમામ વોર્ડ પર કોંગ્રેસે જીત હાંસલ કરી છે જલાલાબાદથી અકાલી દળના સુપ્રીમો સુખબીર વિધાનસભા ચુંટણી લડતા હતાં ત્યાં પણ કોંગ્રેસને ઝંડો લહેરાયો છે.