Western Times News

Gujarati News

કર્ણાટકમાં કોલેજમાં એક સાથે ૪૦ વિદ્યાર્થી અને અપાર્ટમેન્ટના ૧૦૩ લોકો કોરોના પોઝિટિવ

બેંગ્લુરૂ: કેરળમાં કોરોનાના વધતા કેસ વચ્ચે હવે કર્ણાટકમાં પણ કોરોના બ્લાસ્ટ જાેવા મળ્યો છે. અહીં એક કોલેજના ૪૦ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. આ ઉપરાંત એક અપાર્ટમેન્ટમાં એક સાથે ૧૦૩ લોકો કોરોના સંક્રમિત થયા છે.

બેંગલુરુની મંજુશ્રી કોલેજ ઓફ નર્સિંગના ૨૧૦ વિદ્યાર્થીઓમાંથી ૪૦ વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાંથી ૧૮ વિદ્યાર્થીઓને વિક્ટોરિયા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે અન્ય વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં સેલ્ફ આઈસોલેશનમાં રખાયા છે. મોટાભાગના વિદ્યાર્થીઓ કેરળના છે.

આ બાજુ બેંગલુરુના જ બોમનહલ્લીમાં એસએનએન રાજ લેકવ્યૂ અપાર્ટમેન્ટના ૧૦૩ લોકો કોરોના સંક્રમિત મળી આવતા હડકંપ મચી ગયો છે. જેમાંથી ૯૬ લોકોની ઉંમર ૬૦ વર્ષથી વધુ છે. હાલમાં જ આ એપાર્ટમેન્ટમાં પાર્ટી થઈ હતી

અને ત્યારબાદ આ લોકોની કોરોના તપાસ કરવામાં આવી. જેમાંથી આટલા મોટા પાયે લોકો કોરોના સંક્રમિત થયા છે. બેંગલુરુ મહાનગરપાલિકા કમિશનરે આ વાતની જાણકારી આપી. તેમણે કહ્યું કે આ દિશામાં જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે.

કોરોનાના નવા કેસ સામે આવ્યા બાદ કર્ણાટકે કેરળથી આવતા લોકોને લઈને સતર્કતા વધારી છે. રાજ્ય પ્રશાસનના જણાવ્યાં મુજબ કેરળથી કર્ણાટકની હોટલ, રિઝોર્ટ, હોસ્ટેલ અને કોઈ પણ ઘરમાં રોકાવવા માટે ૭૨ કલાક પહેલા નેગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટ હોવો જરૂરી છે. તપાસ દરમિયાન પોઝિટવ આવેલા લોકોને દ્ગૈંસ્ૐછદ્ગજી મોકલવામાં આવશે.

કોવિડ નોડલ અધિકારીની મંજૂરી વગર હોસ્ટેલ અને કોલેજમાં રહેતા લોકોને તેમના સંબંધીઓને મળવાની પરવાનગી નહીં મળે. સંબંધિત વિભાગે કેરળથી કર્ણાટક આવતા વિદ્યાર્થીઓની એક યાદી પણ તૈયાર રાખવી પડશે. આ નિયમ કંપનીઓ, આરડબલ્યુએ માટે પણ લાગુ કરાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.