Western Times News

Gujarati News

ગુજરાતમાં કોરોના વાયરસના નવા પ્રકારને લઈને એલર્ટ

પ્રતિકાત્મક

અમદાવાદ: એક તરફ રાજ્યમાં કોરોના વાયરસનું સંકટ દિવસે દિવસે ઓછું થઈ રહ્યું છે જેને લઈને સામાન્ય જનતાથી લઈને સરકાર પણ થોડી રાહતનો શ્વાસ લઈ રહી છે. જાેકે ફરી એકવાર સરકારની ઊંઘ હરામ કરી દેનારા સમચાર મળી રહ્યા છે. જેમાં ભારતમાં મંગળવારે એક સાથે કોરોના વાયરસના ત્રણ ત્રણ નવા પ્રકાર યુકે, સાઉથ આફ્રિકા અને બ્રાઝિલમાં જાેવા મળેલા મ્યુટેટ વાયરસ મળી આવ્યા છે.

આ અહેવાલ બાદ રાજ્ય સરકારે સ્ક્રીનિંગ અને આવા કેસની રિપોર્ટિંગ અંગેના નિયમો અને ગાઇડલાઇન્સ બનાવી છે. આરોગ્ય વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી જયંતિ રવીએ જણાવ્યું કે, રાજ્યના દરેક એન્ટ્રી પોઇન્ટ પર પૂર્ણ તૈયારીઓ સાથે ટીમ તહેનાત છે. જે આવતા દરેક પેસેન્જરને સ્ક્રિનિંગ કરી રહી છે.

‘નવા વાયરસના પ્રકારને લઈને અમે તમામ પ્રકારની ગાઈડલાઈન્સ અને પ્રોટોકોલને ફોલો કરી રહ્યા છીએ. ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આવતી અને જતી માત્ર કેટલીક ઇન્ટરનેશનલ ફ્લાઇટ્‌સ છે. પરંતુ જે પણ આ ફ્લાઇટ્‌સ દ્વારા આવ-જા કરે છે તેમનું એરપોર્ટ ખાતે જ સ્ક્રિનિંગ કરવામાં આવે છે.

અત્યાર સુધીમાં ગુજરાતમાં યુકેમાં જાેવા મળેલા કોરોના વાયરસના નવા પ્રકારના કુલ ૯ કેસ મળી આવ્યા છે, અને આ દરેક પેસેન્જરને એરપોર્ટથી જ સીધા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. અને આ તમામ પેસેન્જરને ૧૪ દિવસના ક્વોરન્ટાઇન પીરિયડ પૂર્ણ થયા પછી અને તેમની રીકવરી થયા પછી જ તેમને રજા આપવામાં આવી છે. જીસીએસ મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી

ડિપાર્ટમેન્ટના હેડ અને પ્રોફેસર ડો. ઉર્વેશ શાહે કહ્યું કે, ‘જેમ વાયરસ ફેલાય છે તેમ તેનામાં મ્યુટેશન આવે છે. અમે હજુ પણ બીજા બે પ્રકારના વાયરસ અંગેનો ડેટા વધુ પ્રમાણમાં મળે તેની રાહ જાેઈ રહ્યા છે. પરંતુ હું માનું છું કે હાલની જે વેક્સીન છે તે નવા પ્રકારના વાયરસના સંક્રમણને અટકાવી ન શકે તો પણ તેની ગંભીર અસરોથી બચાવે છે. નિષ્ણાંતોએ એવું પણ સૂચવ્યું કે વેક્સીનેશનને લઈને

હવે આપણે નવા પ્રકારે સંશોધન કરવાની જરુર છે. શહેરના પેથોલોજિસ્ટ ડો. મુકેશ મહેશવારીએ કહ્યું કે, ‘દુનિયાભરમાં રસીકરણ માટે હવે નવું સંશોધન થઈ રહ્યું છે. એમઆરએનએ આધારીત વેક્સીનનેશનું નવું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. તેવામાં ભારતમાં કેટલાક રાજ્યોમાં ફરી કેસ વધી રહ્યા હોવાથી વધુ સારું થશે કે આપણે સાવધાન રહીએ અને પ્રોટોકોલને ફોલો કરીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.