નવસારીમાં આઈસરે સાઈકલ ચાલકને ૫૦ ફૂટ ફંગોળાયો
આઈસરે બેફામ હંકારીને સાઇકલ ચાલકને ઉડાવ્યો- ભૈરવી ગામના પેટ્રોલપંપ પાસે આ બનાવ બન્યો હતો પીડિત વ્યક્તિ સાઇકલ પર નોકરી માટે જઈ રહ્યો હતો
નવસારી: બેફામ દોડી રહેલા આઈસરની ટક્કરથી સાઇકલ ચાલક 50 ફૂટ ફંગોળાયો pic.twitter.com/0emXhsrRHC
— News18Gujarati (@News18Guj) February 17, 2021
નવસારી, નવસારી જિલ્લામાં બે દિવસ પહેલા એક આઈસર ચાલકે એક સાઇકલ ચાલકને ઉડાવ્યો હતો. આ બનાવમાં સારવાર દરમિયાન સાઇકલ ચાલકનું મોત થયું છે. નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા ખાતે આ બનાવ બન્યો હતો. ખેરગામ-ધરમપુર રોડ ઉપર બનેલા આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જાેઈ શકાય છે કે આઈસર ચાલકે બેફામ ઝડપે વાહન હંકારીને રસ્તાની બાજુમાં સાઇકલ લઈને જઈ રહેલા વ્યક્તિને ઉડાવ્યો હતો. આઇસરની ટક્કરથી સાઇકલ ચાલક ૫૦ ફૂટ ફંગોળાયો હતો. મળતી માહિતી પ્રમાણે ભૈરવી ગામના પેટ્રોલપંપ પાસે આ બનાવ બન્યો હતો. પીડિત વ્યક્તિ સાઇકલ પર નોકરી માટે જઈ રહ્યો હતો.
અકસ્માત બાદ સાઇકલ ચાલકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણ સાઇકલ ચાલકનું સારવાર દરમિયાન મોત થયું છે. અકસ્માત બાદ આઇસર ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. આ કેસમાં ખેરગામ પોલીસે અજાણ્યા ચાલક સામે ગુનો નોંધીને આઈસર ચાલકની શોધખોળ શરૂ કરી છે.
સામે આવેલા સીસીટીવીમાં જાેઈ શકાય છે કે સાઇકલ ચાલક પોતાની સાઇડમાં એટલે કે ડાબી બાજુએ સાઇકલ લઈને જઈ રહ્યો છે. આ દરમિયાન પાછળથી એક આઈસર ચાલકે પૂર ઝડપે આવે છે અને સાઇકલને જાેરદાર ટક્કર મારે છે. ટક્કર એટલી જાેરદાર હોય છે કે સાઇકલ ચાલક ૫૦ ફૂટ સુધી ફંગોળાય છે.
વ્યક્તિ સાથે તેની સાઇકલ પણ ઉછળીને રોડ પર પડે છે. આ દરમિયાન અન્ય લોકોને પણ સાઇકલ ચાલક તરફથી દોડીને આવતા જાેઈ શકાય છે. સીસીટીવીમાં જાેઈ શકાય છે કે અકસ્માત બાદ જાણ કંઈ બન્યું જ ન હોય તેવી રીતે આઇસર ચાલક પૂર ઝડપે ફરાર થઈ જાય છે. જ્યારે દોડી આવેલા લોકો ઘાયલ થયેલા સાઇકલ ચાલકની મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.