પિતાએ ફેમિના મિસ ઈન્ડિયા વિજેતા દીકરીને રીક્ષામાં બેસાડીને ફેરવી
તેલંગાના: ફેમિના મિસ ઈન્ડિયા ૨૦૨૦ના ગ્રાન્ડ ફિનાલેમાં માનસા વિજેતા રહી. તેલંગાનાની રહેવાસી માનસાના માથે મિસ ઈન્ડિયાનો તાજ આવ્યો છે, પરંતુ જેણે લાખો લોકોનું દિલ જીત્યું છે તે રનર અપ માન્યા સિંહ છે.
માન્યા ભલે રનર અપ આવી હોય, પરંતુ દરેક કોઈ હાલ તેના વખાણ કરી રહ્યાં છે. હકીકતમાં માન્યાના પિતા રીક્ષા ચલાવે છે. ૧૪ વર્ષની નાનકડી ઉંમરમાં જ માન્યાને માલૂમ પડ્યું હતું કે, તેને જીવનમાં શું કરવાનું છે.
તે પોતાના સપનાઓને પૂરા કરવા માટે ઘરમાંથી ભાગી ગઈ હતી. હવે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જાેરદાર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોતાના માતાના પગે લાગી રહી છે. સાથે જ તેના પિતાને પણ ગળે લગાવીને રડી રહી છે. માન્યાનો આ વીડિયો ઈમોશનલ કરી દે તેવો છે.
આ પહેલા પણ માન્યાનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે પિતાની રીક્ષામાં મજેથી ફરી રહી છે. માન્યાની આ જીતે પરિવારના લોકોને ભાવુક કરી દીધી છે. વીડિયોમાં તેના માતાપિતા પણ ભાવુક નજર આવી રહ્યાં છે. માન્યાનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
લોકો તેના વીડિયોના વખાણ કરી રહ્યાં છે. તો સાથે જ તેના પર પ્રતિક્રીયા પણ આપી રહ્યાં છે. માન્યાની આ સફળતા બાદ લોકોને તેનો આ અંદાજ પસંદ આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, માન્યાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ૧૪ વર્ષની ઉંમરમાં તે જાેતી હતી કે તેની આસપાસની યુવતીઓ જીવનનો આનંદ માણી રહી છે, સારા કપડા પહેરી રહી છે, સ્કૂલ જઈ રહી છે. પરંતુ મને ખબર હતી કે, મારું જીવન એ પ્રકારનું નથી.
આ ઈન્ટરવ્યૂમાં માન્યા સિંહે કહ્યુ હતું કે, એકવાર તેની માતાએ માન્યાના અભ્યાસ માટે પોતાના દાગીના વેચી દીધા હતા. તેણે કહ્યું કે, મિસ ઈન્ડિયા બનવુ મારા બાળપણનું જ સપનુ ન હુતં, પરંતું હું ડોક્ટર કે એન્જિનિયર બનવા માંગતી ન હતી. જાેકે, તેનાથી મારા પિતા ખુશ થઈ જતા. પરંતું હું સાધારણ જીવન જીવવા માંગતી ન હતી. હું જીવનમાં કંઈક ખાસ અને ઉદાહરણરૂપ કરી શકું તેવુ કરવા માંગતી હતી.