Western Times News

Gujarati News

બનાસકાંઠાની શાળામાં ૯ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ

ડીસાની રામસણ પ્રાથમિક શાળામાં ૨ શિક્ષકો અને ૯ વિદ્યાર્થીઓ સહિત ૧૧ કોરોના પોઝિટિવ

બનાસકાંઠા: જાન્યુઆરી મહિનામાં કોરોનાના કેસ કાબૂમાં આવ્યા હતા. પરંતુ ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો જાેવા મળ્યો છે. રાજ્યમાં છેલ્લા ચાર-પાંચ દિવસમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે બનાસકાંઠામાં પણ કોરોનાનો કહેર જાેવા મળી રહ્યો છે.

ડીસાની રામસણ પ્રાથમિક શાળામાં ૧૧ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. હાલ શાળાઓ ખૂલી ગઈ છે. ત્યારે બનાસકાંઠાના ડીસાની રામસણ પ્રાથમિક શાળામાં ૨ શિક્ષકો અને ૯ વિદ્યાર્થીઓ સહિત ૧૧ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. શાળાઓ ખૂલતાની સાથે જ કોરોના સંક્રમણ વધ્યું છે.

કોરોનાનું સંક્રમણ વધતા શાળા એક અઠવાડિયા માટે બંધ કરાઈ છે. તો શાળામાં ૧૧ કોરોના પોઝિટિવ કેસ આવતા વાલીઓમાં ફફડાટ ફેલાયો છે. વિદ્યાર્થીઓને શાળામાં મોકલવા કે નહિ તે અંગે મૂંઝવણમાં મૂકાયા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૭૮ કેસ સામે આવ્યા છે. તો આ દરમિયાન અમદાવાદમાં એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૭૩ દર્દીઓએ કોરોનાને માત આપી છે.

ગુજરાતમાં નવા કેસ બાદ કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા ૨૬૬,૦૩૪ થઈ ગયા છે. તો બીજી તરફ, આજથી રાજ્યભરમાં ધોરણ ૬થી ૮ના વર્ગો શરૂ થયા છે.

શાળામાં વિદ્યાર્થીઓનો ઓફલાઈન અભ્યાસ શરૂ થયો છે. વાલીના સંમતિપત્ર સાથે ધોરણ ૬થી ૮ના વર્ગો શરૂ કરાયા છે. તો સાથે જ કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ, શિક્ષકોએ માસ્ક પહેરવું, નિયમો પાળવા ફરજિયાત છે.

ધોરણ ૧૦ અને ૧૨ની સાથે યુજી-પીજીના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ અને ત્યારબાદ ધોરણ ૯ અને ૧૧ તેમજ કોલેજના પ્રથમ વર્ષના વર્ગો સફળતાપૂર્વક ઓફલાઈન શરૂ કર્યા બાદ હવે ધોરણ ૬થી ૮ના વર્ગો શરૂ કરવા સરકારે મંજૂરી આપી છે. કોરોના મહામારીના કારણે ૧૧ મહિનાથી બંધ શાળાઓના વર્ગમાં ધોરણ ૬ થી ૮ના બાળકો ફરી અભ્યાસ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.