રાહુલને ખબર હોવી જાેઇએ કે મત્સ્ય પાલન મંત્રાલય ૨૦૧૯માં બનાવાયુ છેઃ ગિરિરાજ
નવીદિલ્હી: કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રાહુલ ગાંધીના તે નિવેદનને લઇ નિશાન સાધ્યું છે જેમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે માછીમારો માટે અલગ મંત્રાલય હોવાની વાત કહી હતી. રાહુલ ગાંધીએ પોડિચેરીમાં પોતાના સંબોધનમાં કિસાન આંદોલન અને માછીમારોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે હું માછીમારોને સમુદ્રના કિસાન માનુ છું
રાહુલે કહ્યું હતું કે જાે જમીનના કિસાન માટે મંત્રાલય હોઇ શકે છે તો સમુદ્રના કિસાનો માટે કેમ હોઇ શકે નહીં.રાહુલના આ નિવેદન પર કેન્દ્રીય મત્સ્ય પાલન અને પશુપાલન મંત્રી ગિરિરાજ સિંહે તેમના પર હુમલો કર્યો હતો.
ગિરિરાજે ટ્વીટ કર્યું કે રાહુલ જી તમને એટલી તો ખબર હોવી જાેઇએ કે ન૩૧ મે ૨૦૧૯ના રોજ જ મોદીજીએ નવું મંત્રાલય બનાવ્યું હતું અને ૨૦૦૫૦ કરોડ રૂપિયાની મહાયોજના શરૂ કરી જે આઝાદીથી લઇ ૨૦૧૪ની કેન્દ્ર સરકારના ખર્ચ ૩૬૮૨ કરોડથી અનેક ગણી વધુ છે.
એક અન્ય ટ્વીટમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજે લખ્યુ રાહુલ જી મારી તમને વિનંતી છે કે તમે નવા મત્સ્યપાલન મંત્રાલયમાં આવે અથવા મને જયાં બોલાવો ત્યાં હું આવીશ હું તમને નવા ફિશરી મંત્રાલય સમગ્ર દેશ તથા પોડિચેરીમાં ચલાવવામાં આવી રહેલ યોજનાઓની બાબતમાં બતાવીશ આ સાથે જ ગિરિરાજે ઇટેલિયનમાં પણ એક ટ્વીટ કર્યું છે જેનો હેતુ છે ઇટલીમાં મત્સ્ય પાલન માટે અલગથી મંત્રાલય નથી આ કૃષિ મંત્રાલય અને વન નીતિઓની આધીન આવે છે.