રતનપુર ચેકપોસ્ટ લોખંડી બંદોબસ્ત વચ્ચે: શામળાજી પોલીસે બે વાહનોમાંથી ૨.૨૬ લાખનો વિદેશી દારૂ ઝડપ્યો
(પ્રતિનિધિ) મોડાસા, આઈબી ઇનપુટને લઈને રતનપુર ચેકપોસ્ટ પર બખ્તરધારી એસઆરપીની એક પ્લાટુન તૈનાત કરવામાં આવી છે અને અરવલ્લી જીલ્લાની તમામ આંતરરાજ્ય સરહદો પર સઘન ચેકીંગ હાથ ધરવા છતાં જાણે બુટલેગરો બે ખોફ હોય તેમ સઘન સુરક્ષા તોડી મારુતિ કારમાં ૪૮ હજારનો અને સ્કોર્પિઓ ગાડીમાં ૧.૭૮ હજારનો વિદેશી દારૂ ભરી શામળાજી સુધી ધસી આવતા શામળાજી પોલીસે બંને વાહનોમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી ૧ બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
શામળાજી પીએસઆઈ સંજય શર્મા અને તેમની ટીમે જાબચિતરિયા ગામની સીમમાંથી વિદેશી દારૂ ભરી પસાર થતી મારુતિ-૮૦૦ કારને અટકાવી કાર માંથી વિદેશીદારૂની બોટલ નંગ-૯૬ કીં.રૂ.૪૮૦૦૦/- સાથે હિમાતાનગરના રાયકાનગર માં રહેતા જીતકુમાર ગણેશભાઇ રાણા (ભીલ) ની ધરપકડ કરી હતી કાર ચાલક ફરાર થઈ જતા કારની કીં.રૂ.૫૦૦૦૦/- મળી કુલ.રૂ.૯૮૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી અન્ય ત્રણ ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
ભવાનપુર ગામ નજીક શામળાજી પોલીસની નાકાબંધી જોઈ રોડ પર સ્કોર્પિઓ જીપનો ચાલક ગાડી રોડ નજીક રાખી નાસી છૂટતા શામળાજી પોલીસે સ્કોર્પિઓ જીપ (ગાડી.નં-ય્ત્ન-૦૧-ઇડ્ઢ-૪૯૭૫ ) માંથી વિદેશી દારૂ-બીયરના ટીન નંગ-૧૨૬૯ કીં.રૂ.૧૭૮૩૫૦/- નો જથ્થો જપ્ત કરી કારની કીં.રૂ.૫૦૦૦૦૦/- મળી કુલ.રૂ.૬,૭૮,૩૫૦/-નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર સ્કોર્પિઓ ગાડીના ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.*