રિયાસીના જંગલમાંથી સેનાને શસ્ત્રોનો મોટો જથ્થો મળ્યો
નવી દિલ્હી, જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાનું આતંકવાદીઓ વિરૂદ્ધનું અભિયાન સતત ચાલું જ છે અને ફરી એક વખત સુરક્ષા દળોને આ અભિયાનમાં મોટી સફળતા હાથ લાગી છે. રિયાસી જિલ્લાના ગાઢ જંગલોમાંથી સેનાને હથિયારોનો મોટો જથ્થો મળી આવ્યો હતો જેને જપ્ત કરવામાં આવ્યો છે.
ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસે ૧૭ અને ૧૮ ફેબ્રુઆરીના રોજ એક સંયુક્ત અભિયાન ચલાવ્યું હતું જેમાં હથિયારોનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો. સુરક્ષા દળોને ૧૭મી ફેબ્રુઆરીની સાંજે કેટલીક શંકાસ્પદ ગતિવિધિની જાણકારી મળી હતી.
જેથી ઓપરેશનની શરૂઆત કરવામાં આવી હતી. ઓપરેશન દરમિયાન એકે-૪૭ રાઈફલ, એસએલઆર રાઈફલ, ૩૦૩ રાઈફલ, મેગેઝીન સાથે ૨ પિસ્તોલ, ૪ યુબીજીએલ ગ્રેનેડ, એકે-૪૭ના કારતૂસો અને રેડિયો સેટનું એક બોક્સ મળી આવ્યું હતું.