કઠલાલ નગરપાલિકાના વોર્ડ નં.૨ માં આઠ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે
નડિયાદ- ખેડા જિલ્લામાં સમાવિષ્ટ (નડિયાદ,કપડવંજ, કણજરી, કઠલાલ, ઠાસરા) નગરપાલિકા તેમજ (નડિયાદ, માતર, ખેડા, મહેમદાવાદ, મહુધા, ઠાસરા, ગળતેશ્વર, વસો) તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ તેમજ કઠલાલ તાલુકા પંચાયતની 10- દાંપટ મતદાર મંડળની પેટા ચૂંટણીઓ યોજનાર છે. તેમાં ઉમેદવારી ફોર્મ ચકાસણી અને ઉમેદવારી પરત ખેંચવાની તારીખ વિત્યા બાદ કઠલાલ નગરપાલિકામાં વોર્ડનં-૧માં નીચે જણાવેલ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.
ચૂંટણી આયોગ દ્વારા કઠલાલ નગરપાલિકા વોર્ડ નં ૧ માટે ફાળવેલ ૪ બેઠકો પૈકી પહેલી બેઠક સામાન્ય સ્ત્રી ઉમેદવાર માટે, બીજી બેઠક સામાન્ય સ્ત્રી ઉમેદવાર માટે, ત્રીજી બેઠક પછાતવર્ગ માટે,ચોથી બેઠક સામાન્ય વર્ગના ઉમેદવાર માટે ફાળવેલ છે.
કઠલાલ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી પક્ષમાંથી શ્રી મનિષાબેન જીતેન્દ્ર કુમાર પટેલ,શ્રી મુકેશભાઈ જશુભાઈ રામી, શ્રી વિષ્ણુભાઈ મગનભાઈ પરમાર અને શ્રી સુમિત્રાબેન ભીખાભાઈ ચૌહાણ ચૂંટણી લડશે તેઓને ફાળવવામાં આવેલ ચૂંટણી પ્રતિક કમળ છે. જ્યારે સમાજવાદી પક્ષમાંથી શ્રીગણપતસિંહ શંકરસિંહ પરમાર, શ્રીતલાટી નિલેશકુમાર રાવજીભાઈ પરમાર, શ્રી ભુરીબેન ગોવિંદભાઈ સોલંકી,અને શ્રી શ્વેતા બહેન કિંજલકુમાર પટેલ ચૂંટણી લડશે જેમનું ચૂંટણી પ્રતિક સાઈકલ છે તેમ ચૂંટણી અધિકારીશ્રી, કઠલાલ નગરપાલિકા અને નાયબ કલેકટરશ્રી, સ્ટેમ્પ ડ્યુટી, નડિયાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.