યુવકે ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપવા ઊંટના બચ્ચાંની ચોરી કરી
દુબઈ: યુએઈના અરબી દૈનિકએ જણાવ્યું છે કે, એક વિચિત્ર ઘટનામાં દુબઇમાં યુવકે તેની ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપવા માટે ઊંટના બચ્ચાંની ચોરી કરી હતી. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિની ગર્લફ્રેન્ડને જન્મ દિવસની ગિફ્ટમાં ઊંટનું બચ્ચું જાેઈતું હતું. જે બાદ યુવતીના બોયફ્રેન્ડે ઊંટનું બચ્ચું ન ખરીદી શકતા, તેણે ચોરી કરવાની યોજના બનાવી. તેણે તેની જગ્યા નજીક એક ખેતરમાં નવજાત ઊંટ મળ્યું. તેણે આ બચ્ચાની ચોરી કરી અને પોતાની ગર્લફ્રેન્ડને ભેટ તરીકે આપ્યું.
જે બાદ ખેતરના માલિકે દુબઈ પોલીસને નવજાત ઊંટ ગાયબ થયાની ફરિયાદ કરી હતી. ફરિયાદ મળ્યા બાદ પોલીસ સ્થળ પર પહોંચી અને પ્રાણીની શોધ કરી પણ તેનો પત્તો મળ્યો નહીં. પોલીસને ચોરીની શંકા હતી. દૈનિક અનુસાર, બર દુબઈ પોલીસ સ્ટેશનના ડિરેક્ટર બ્રિગેડિયર જનરલ અબ્દુલ્લા ખાદીમ બિન સુરુર અલ-ઉમરે કહ્યું કે, એક વ્યક્તિએ જાણ કરી કે તેને પોતાના ખેતરની સામે એક નવજાત ઊંટ મળી આવ્યું છે. પોલીસ સ્થળ પર પહોંચી હતી,
પરંતુ પોલીસે તે વ્યક્તિએ કહ્યું તેમ પ્રાણી મળી આવ્યાની વાત પાર ભરોસો ન કર્યો. કારણ કે ઊંટનો જન્મ થયો તે ખેતરથી આ વ્યક્તના ફાર્મ વચ્ચે ૩ કિલોમીટરથી વધુનું અંતર હતું. પોલીસે કઠોર બનતા આ વ્યક્તિએ ગુનો કબૂલ કર્યો હતો. તેણે કહ્યું કે તે તેની ગર્લફ્રેન્ડને તેના જન્મદિવસ પર ખુશ કરવા માંગતો હતો. જે બાદ તે રાત્રે ખેતરમાં ઘુસી ગયો અને પ્રાણી લઈને ગાયબ થઈ ગયો. પોલીસના ડરથી આ વ્યક્તિએ વિચાર્યું કે તે કોઈ કહાની બનાવી દેશે તો ગુનાથી છટકી જશે. દંપતીને તેમના ગુના બદલ સક્ષમ અધિકારીઓને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. દુબઈ પોલીસના કારણે ઊંટના માલિકને બચ્ચું મળ્યું હતું.