બેલ બોટમ ૨૮ મે ૨૦૨૧ના દિને થિયેટરમાં રિલીઝ થશે
મુંબઈ: અક્ષય કુમારની આગામી ફિલ્મ બેલ બોટમ’ની રિલીઝ ડેટ સામે આવી ગઈ છે. ફિલ્મના મેકર્સે ફિલ્મ થિયેટરમાં રિલીઝ થશે તેવી જાહેરાત કરી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે વાણી કપૂર લીડ રોલમાં જાેવા મળશે. ફિલ્મના પ્રોડ્યુસર જેકી ભગનાનીએ રિલિઝ ડેટ જાહેર કરતાં ટિ્વટર પર લખ્યું, તમારા કેલેન્ડરમાં નોંધ કરી દો. બેલ બોટમ તમારા નજીકના સિનેમાઘરમાં ૨૮ મે, ૨૦૨૧ના રોજ આવી રહી છે. આ ફિલ્મમાં અક્ષય અને વાણી ઉપરાંત હુમા કુરેશી, લારા દત્તા અને આદિલ હુસૈન પણ મહત્વના રોલમાં છે.
આ સ્પાય થ્રિલર ફિલ્મ રણજીત એમ. તિવારીએ ડાયરેક્ટ કરી છે. અગાઉ અક્ષય કુમારે ફિલ્મનું પોસ્ટર જાહેર કરીને ફિલ્મ ૨ એપ્રિલ ૨૦૨૧ના રોજ રિલીઝ થવાની જાહેરાત કરી હતી. પરંતુ હવે ફિલ્મના પ્રોડ્યુસરે નવી તારીખ જાહેર કરી છે. જણાવી દઈએ કે, લોકડાઉન ખુલ્યા પછી તરત જ ‘બેલ બોટમ’નું શૂટિંગ શરૂ થયું હતું અને આખી ટીમ શૂટિંગ માટે સ્કોટલેન્ડ ગઈ હતી. આ ઉપરાંત પણ વિદેશના અન્ય લોકેશન પર શૂટ થયું હતું. ફિલ્મની લીડિંગ લેડી વાણી કપૂરે ફિલ્મની આખી ટીમના વખાણ કરતાં અગાઉ કહ્યું હતું કે,
“બેલ બોટમના શૂટિંગનો અનુભવ મજેદાર રહ્યો છે. ચાલી રહેલી મહામારીના કારણે જે પડકારો આવ્યા તેને ટીમે ખૂબ સારી રીતે સંભળ્યા છે. અમારો શૂટિંગનો અનુભવ ખૂબ જ સુરક્ષિત હતો. આટલી મોટી ક્રૂ સાથે શૂટ કરવું મુશ્કેલ હતું ટીમે ખૂબ સારી રીતે ધ્યાન રાખ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ફિલ્મના કલાકારોએ બાયો બબલમાં રહીને શૂટ કર્યું હતું.
બેલ બોટમ ઉપરાંત અક્ષય કુમાર રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીમાં જાેવા મળશે. અગાઉ આ ફિલ્મ માર્ચ ૨૦૨૦માં રિલીઝ થવાની હતી પરંતુ લોકડાઉન જાહેર થતાં રિલીઝ અટકાવાઈ હતી. હજી સુધી ફિલ્મની નવી રિલીઝ ડેટ આવી નથી. અક્ષય પાસે પૃથ્વીરાજ, બચ્ચન પાંડે, રામ સેતુ, રક્ષાબંધન, અતરંગી રે જેવી ફિલ્મો પણ છે. ત્યારે અક્ષય કુમારના ફેન્સ હાલ તો તેની ફિલ્મો જલદી થિયેટરમાં રિલીઝ થાય તેની રાહ જાેઈ રહ્યા છે.