નાનકડી અનાયરા પપ્પા કપિલ શર્માને કોપી કરતી દેખાઈ
મુંબઈ: કોમેડિયન અને એક્ટર કપિલ શર્માને ત્યાં હાલમાં જ બીજા સંતાનનો જન્મ થતાં તે પેટરનિટી લીવ પર છે. તે મોટાભાગનો સમય પરિવાર તેમજ બંને બાળકો સાથે પસાર કરી રહ્યો છે. હાલમાં તેણે એક વર્ષની દીકરી અનાયરા સાથેની ક્યૂટ તસવીર શેર કરી છે. જે કપિલના ફેન્સ અને ફ્રેન્ડ્સના દિલ જીતી રહી છે. કપિલ શર્માએ તસવીરમાં વાદળી કલરનો શર્ટ પહેર્યો છે જ્યારે અનાયરાએ પિંક કલરનું પ્રિટી ફ્રોક પહેર્યું છે અને બે ચોટલી વાળી છે. આ સાથે તેણે ચોટલીમાં સફેદ કલરના મોટા-મોટા રબર બેન્ડ્સ લગાવ્યા છે. બંને દરેકને ગુડ મોર્નિંગ કહેતા હાથ હલાવી રહ્યા છે.
કપિલે તસવીરની સાથે લખ્યું છે કે, દરેકને શુભ સવાર.અનાયરા તેની મમ્મી ગિન્ની ચતરથની કાર્બન કોપી છે. બાપ-દીકરીની આ ક્યૂટ તસવીર ફેન્સને એટલી ગમી રહી છે કે, તેઓ પોતાને કોમેન્ટ કરતાં રોકી શક્યા નહીં. કપિલ શર્માને ભાઈ માનનારી નેહા કક્કડે લખ્યું છે કે, તેને તો જુઓ. તો પ્રેગ્નેન્ટ નીતિ મોહને લખ્યું છે કે, તે મિની ગિન્ની ભાભી લાગી રહી છે. આહના કુમ્રાએ અનાયરાને ક્યૂટ ગણાવી છે. આ સિવાય મુક્તિ મોહન, પરમીત સેઠી (અર્ચના પૂરણ સિંહનો પતિ), ભારતી સિંહ, કાશ્મીર શાહ, માહી વિજ, સુમોના ચક્રવર્તી, સાન્યા નહેવાલ, સમિત સાધ, કૃષ્ણા અભિષેત, હરભજન સિંહ, શક્તિ મોહને કોમેન્ટ કરીને અનાયરા પર વ્હાલ વરસાવ્યો છે.
જણાવી દઈએ કે, પહેલી ફેબ્રુઆરીએ કપિલની પત્ની ગિન્નીએ દીકરાને જન્મ આપ્યો હતો. આ ગુડ ન્યૂઝ તેણે ટિ્વટર પર આપ્યા હતા. તેણે લખ્યું હતું કે, નમસ્કાર અમારે ત્યાં આજે વહેલી સવારે દીકરાનો જન્મ થયો છે, ભગવાનની કૃપાથી મા અને દીકરો બંને સ્વસ્થ છે.
પ્રેમ, આશીર્વાદ અને પ્રાર્થના માટે આપ તમામનો આભાર લવ યુ ઓલ ગિન્ની અને કપિલ. કપિલે હજુ સુધી દીકરાનું શું નામ રાખ્યું તેનો ખુલાસો કર્યો નથી કે તેની કોઈ તસવીર પણ શેર કરી નથી. કપિલ અને ગિન્નીની દીકરી અનાયરા પણ એક વર્ષની થઈ ગઈ છે. કપિલ અને ગિન્નીના લગ્ન ૧૨મી ડિસેમ્બર, ૨૦૧૮માં થયા હતા.