દુકાનમાં બે ભાઈઓ દ્વારા ચલાવાતું ગેસ બોટલોનું રિફીલિંગ કૌભાંડ ઝડપાયું
મોટી બોટલોમાંથી નાની બોટલોમાં દુકાનના પાછળના ભાગે ભરાતો હતો ગેસ
અંકલેશ્વર શહેર પોલીસે સ્ટીલ અને ક્રોકરીની દુકાનમાં ૨ આરોપીની ૧૧ સિલિન્ડર અને રોકડા રૂપિયા ૩૬,૩૭૦ સાથે ધરપકડ કરી.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: અંકલેશ્વર માંથી ગેસની બોટલોનું રિફીલિંગ કરતા 2 વેપારી ભાઈઓને પોલીસે ઝડપી પાડી ૧૧ સિલિન્ડર, વજન કાંટો,મોટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
અંકલેશ્વર સિટી પોલીસ પાલીકા તથા તાલુકા પંચાયત ચુટણી અંગે સ્ટેશન ચોકી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. સ્ટેશન રોડ ઉપર રોનક સ્ટીલ એન્ડ ક્રોકરી સેન્ટર નામની દુકાનમાં મોટા ગેસની બોટલમાંથી નાની ગેસની બોટલમાં ગેસ રીફીલીંગ કરવાનું કૌભાંડ ચાલતું હોવાની બાતમી મળી હતી.
દુકાનમાં તપાસ કરતા ૨ વ્યક્તિ મળી આવેલા પાછળના ભાગે ચેક કરતા નાની મોટી ગેસની બોટલો ૧૧ મળી આવી હતી.બન્ને આરોપી બે રબરની પાઈપની મદદથી ગેસ રીફીલીંગ કરતા હોય જેને રોકી સ્થળ પ૨ પકડી દુકાનમાંથી કુલ બોટલ ૧૧ તથા ગેસ રીફીલીંગ ક૨વાના સાધનો અને રોકડા ૩૬,૩૭૦ મળી કુલ રૂપિયા ૫૫,૯૭૦નો મુદામાલ કબ્જે લેવાયો હતો.
સ્ટીલ અને ક્રોકરીની દુકાનમાં પાછળના ભાગે ગેરકાયદે જોખમી રીતે બને ભાઈઓ આરીફ ઐયુબ પટેલ અને તૌસીફ ઐયુબ પટેલ રહે.નરીમલની ચાલ રેલ્વે સ્ટેશન પાસે,હાલ રહે.શક્તિનગર સોસાયટી સુ૨તી ભાગોળ અંકલેશ્વરની ધરપકડ કરાઈ છે.
સ્થળ પરથી પોલીસે નાની મોટી ગેસની ૧૧ બોટલ, રબબરની ગેસ રીફીલીંગ પાઈપો, ડીજીટલ વજનકાંટો,ઈલેક્ટ્રીક મોટ૨ અને આ ગોરખ વેપલા થકી કરેલી કમાણી કબ્જે કરાઈ હતી.