Western Times News

Gujarati News

માતૃભાષાના સંરક્ષણ માટે “સખીરી” બૂક લોન્ચ કરાઈ

આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ 21 ફેબ્રુઆરી રવિવારના રોજ લોન્ચ થનાર છે.

અમદાવાદ, અમદાવાદની પાંચ ડાયનામિક અર્બન મહિલાઓપાર્થિવી અધયારુ શાહમીતા શાહપૂર્વી શાહભૈરવી લાખાણી અને આશા દેસાઇ પોતાના તરફથી પ્રથમ બૂક સખીરી‘ રજૂ કર્યું છે. તે ગુજરાતીમાં લખાયેલ બૂક છેજે મુખ્યત્વે આપણી માતૃભાષાના સંરક્ષણ માટે બહાર પાડવામાં આવ્યું છે.

તે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ 21 ફેબ્રુઆરી રવિવારના રોજ લોન્ચ થનાર છે. પાંચ મહિલાઓ શ્રેષ્ઠ મિત્રો છેઅને મહામારીના સમયને રચનાત્મક રીતે વાપરવા માટેતેઓએ એક બૂક લખવાનું નક્કી કર્યું. તેઓએ બૂક પોતાની રીતે લખ્યું, લેખક, સંકલ્પિત અને ડિઝાઇન કર્યું.

આ મહિલાઓ સાહિત્ય સાથે સંબંધિત છેઆ બૂક મોબાઇલ અને ટેલિવિઝનના સમયમાં નવી પેઢી સુધી સાહિત્યિક કુશળતાને પ્રોત્સાહન આપવાનું એક આદર્શ ઉદાહરણ હશે.

આરોગ્ય અને ફ્રન્ટલાઈન વોરિયરને શ્રદ્ધાંજલિ આપવા માટેતેઓએ પોતાનાં બૂકને રિલીઝ કરવા માટે ડોક્ટરોને આમંત્રણ આપ્યું છે. બૂકનું લોંન્ચિગ જાણીતા ન્યુરોફિઝિશિયન ડો.સુધીર શાહ કરશે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડો.પ્રશાંત ભીમાણી ઉપસ્થિત રહેશે. ઇવેન્ટને વધુ ક્રિએટિવ બનાવવા માટેઆ બન્ને આ પાંચ મિત્રોનો એમઆરઆઈ અને ઇક્યુ રિપોર્ટ આપશે.

આ બૂક પોએટ્રી દ્વારા શ્રી હર્ષદકુમાર કેશવલાલ અધયારુ ચેરીટેબલ ટ્રસ્ટના છત્ત હેઠળ રજૂ કરાઈ છે. આ બુકને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીબોલીવુડના કલાકારો જેકી શ્રોફજુહી ચાવલા અને અન્ય ઘણા મહાનુભાવોએ ટેકો આપ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.