વિદેશી રાજદ્વારીના પ્રવાસથી ભારતે પાકિસ્તાનની પોલ ખોલી
નવીદિલ્હી: ભારત વિદેશી રાજદ્વારીઓના જમ્મુ કાશ્મીર પ્રવાસ દ્વારા પાકિસ્તાનના આતંકી ભૂમિકાની પોલ ખોલવા ઇચ્છે છે. ૨૪ દેશોના રાજદ્વારીઓએ જમ્મુ કાશ્મીરનો પ્રવાસ કરી અહીં થઇ રહેલ વિકાસ કાર્યો અન જમીની હકીકતની સમીક્ષા કરી વિદેશ મંત્રાલય તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિદેશી રાજદ્વારીઓએ શ્રીનગર ખાતે ચિનાર કોર્પ્સ હેડકવાર્ટરનો પ્રવાસ કર્યો અહીં તેમણે જમ્મુ કાશ્મીરની વર્તમાન સુરક્ષા સ્થિતિઓની સાથે જ બહારી ખતરાની પણ માહિતી આપવામાં આવી ભારત તરફથી પાકિસ્તાન દ્વારા કહેવાતા માનવાધિકાર હનનને લઉ ચલાવવામાં આવી રહેલ દુષ્પ્રચાર અભિયાનની પણ હવા કાઢવામાં આવી અને બતાવવામાં આવ્યું કે પાકિસ્તાન તેવી રીતે સીમા પાર આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે.
આ પ્રવાસમાં સામેલ ઇરીટ્રિયાના રાજદુત એલેમ શાવ્યે એ ઉપરાજયપાલની મુલાકાત કરી હતી શાવ્યેએ કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં પરિવર્તન નજરે આવે છે શાવ્યેએ કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરના રાજદ્વારી પ્રવાસ આંખો ખોલનાર છે અને પ્રવાસથી કેન્દ્ર પ્રદેશથી જાેડાયેલ મહત્વપૂર્ણ મુદ્દાને લઇ સમજ સારી થઇ છે.જયારે યુરોપીય સંધે કહ્યું હતું કે તેણે જમ્મુ કાશ્મીરમાં જીલ્લા પરિષદ અને ૪જી ઇટરનેટ સેવાઓની બહાલી જેવા તાજેતરમાં ઉઠાવવામાં આવેલ પગલાને ધ્યાનમાં લીધા છે અને આશા છે કે વિધાનસભા ચુંટણી કરાવવા સહિત અન્ય પગલા તાકિદે ઉઠાવવામાં આવશે
જમ્મુ કાશ્મીરના રાજયપાલ મનોજ સિન્હાએ વિદેશી દુતોની સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે અમારા પડોસી દેશ(પાકિસ્તાન) દ્વારા આતંકવાદ દ્વારા સુરક્ષા સ્થિતિને અસ્થિર કરવા અને સામાજિક વૈમનસ્ય ભડકાવવાના સતત કાવતરા કરવા છતા ં પણ સરકાર જમ્મુ કાશ્મીરમાં સમગ્ર અને ન્યાયસંગત વિકાસ કરવા માટે કટિબધ્ધ છે તેમણે જમ્મુ કાશ્મીર માટે એક નવા ભવિષ્ય ઘડવામાં વૈશ્વિક સમુદાયથી સહયોગ કરવાની અપીલ પણ કરી હતી
જમ્મુ કાશ્મીરના પ્રવાસ પર આવેલા રાજદ્વારીઓમાં યુરોપીય સંધ,ફ્રાંસ મલેશિયા બ્રાઝીલ ઇટાલી ફિનલૈડ બાંગ્લાદેશ કયુબા ચિલી પુર્તગાલ નેધરલેન્ડ બેલ્ઝિયમ સ્પેન સ્વીડન સેનેગલ તાઝિકિસ્તાન કિર્ગિસ્તાન આયરલેંડ ધાના એસ્ટોનિયા બોલીવિયા મલાવી ઇરીટ્રીયા અને આઇવરી કોસ્ટનો સમાવેશ થાય છએ કેન્દ્ર સરકાર દ્વારા પૂર્વર્તી રાજય જમ્મુ કાશ્મીરને વિશેષ દરજજાે સમાપ્ત કરવા અને તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મુ કાશ્મીર અને લદ્દાખ માં વિભાજીત કરી દીધા બાદથી ગત ૧૮ મહીનામાં વિદેશી રાજદ્વારીઓનો આ ત્રીજાે પ્રવાસ હતો.