વર્દી અને ભરતી બાદ હવે બોડીગાર્ડ કૌભાંડનો ખુલાસો
પટણા: બિહારમાં નિયંત્રક અને મહાલેખાપરીક્ષક(કેગ) રિપોર્ટ આવ્યા બાદ હંગામો મચી ગયો છે કેગના રિપોર્ટમાં કૌભાંડની ધમક સંભળાયા બાદ રાજકીય પારો એકવાર ફરી ચઢી ગયો છે હકીકતમાં બિહારમા વર્દી અને ભરતી કૌભાંડ બાદ હવે બોડીગાર્ડ કૌભાંડ થવાની માહિતી મળી છે માહિતીના અધિકાર આરટીઆઇ હેઠળ મળેલ માહિતી દ્વારા કેગે પોતાના રિપોર્ટમાં આ ખુલાસો કર્યો છે.
કેગના રિપોર્ટથી મળેલી માહિતી અનુસાર બિહારમાં સિસ્ટમની મિલીભગતથી બોડીગાર્ડ કૌભાંડ કરી રાજય સરકારને ૧૦૦ કરોડથી વધુ મહેસુલનો ચુનો લગાવાયો છે આરટીઆઇ કાર્યકર્તા શિવપ્રકાશ રાયે માહિતીના અધિકાર કાનુન હેઠળ મોટી સંખ્યામાં લોકોને બોડીગાર્ડ ઉપલબ્ધ કરાવવાના મામલામાં માહિતી માંગી હતી
રાયેના આરટીઆરના જવાબમાં કેગ તરફી આપવામાં આવેલ માહિતીમાં પ્રદેશના ડઝનેક જીલ્લામાં નાણાંકીય ગડબડીની માહિતી સામે આવી છે.કેગના રિપોર્ટ અનુસાર રાજય સરકારે અરવલ જીલ્લામાં સૌથી વધુ .૨૪ કરોડ રૂપિયા બોડીગાર્ડ પર ખર્ચ કર્યા છે જયારે અરરિયામાં પણ એક કરોડથી વધુની ગડબડી કરવામાં આવી છે આ ઉપરાંત સમસ્તીપુરમાં ૧ કરોડ પટણામાં ૮૭ લાખ ગયામાં ૭૩ લાખ અને બકસરમાં ૪૪ લાખ રૂપિયા બોડીગાર્ડ પર ખર્ચ કરવામાં આવ્યા છે આ ઉપરાંત પણ અનેક જીલ્લા છે જેમાં બોડીગાર્ડ પર લાખો માફિયાઓને બોડીગાર્ડ ઉપલબ્ધ કરાવાયા છે.
આરટીઆઇ કાર્યકર્તા રાયે કહ્યુ છે કે જાે આ રકમની વસુલી કરવામાં નહીં આવે તો તે સરકારની વિરૂધ્ધ અદાલતનો દરવાજાે ખખડાવશે બોડીગાર્ડ ફાળવણીમાં આ કૌભાંડ વર્ષ ૨૦૧૭થી લઇ ૨૦૨૧ની વચ્ચે કરવામાં આવ્યું છે કેગના આ રિપોર્ટની બાબતમાં બિહાર પોલીસ મુખ્યાલયને પણ માહિતી છે આ રિપોર્ટ પર કાર્યવાહી થયા બાદ અનેક જીલ્લાના ડીએમ અને એસપી પણ તપાસના ઘેરામાં આવી શકે છએ આ અધિકારીઓ પર આરોપ છે કે ખાનગી સ્વાર્થમાં તેમણે સરકારના મહેસુલને નુકસાન પહોંચાડયું છે.