મુલાયમસિંહ યાદવની વહૂ અપર્ણાએ રામ મંદિર માટે ૧૧ લાખ આપ્યા
લખનૌ: સપા સંરક્ષક અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવની વહી અપર્ણા યાદવે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે ૧૧ લાખ રૂપિયા દાન કર્યા છે. અપર્ણા યાદવે કહ્યું કે મેં આ દાન સ્વેચ્છાએ કર્યું છે હું મારા પરિવાર માટે જવાબદારી લઇ શકુ નહીં અતીત કયારેય પણ ભવિષ્યની બરાબર હોતું નથી
તેમણે કહ્યું કે રામ ભારતના ચરિત્ર સંસ્કાર અને તમામની આસ્થાનું કેન્દ્ર છે આ રાષ્ટ્ર મંદિર બની રહ્યું છે મને લાગે છે કે દરેક ભારતીયે આ મંદિર માટે દાન આપવું જાેઇએ આથી મેં પણ દાન કર્યું છે.
એ યાદ રહે કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ફંડ એકત્રિત કરવાનું કામ તેજીથી ચાલી રહ્યું છે મદિર નિર્માણ અને પ્રબંધન માટે બનાવવામાં આવેલ ટ્રસ્ટ ફંડ એકત્રિત કરવાનું કામ કરી રહ્યું છે લોકો દિલ ખોલી મંદિર માટે દાન કરી રહ્યાં છે અત્યાર સુધી મંદિર નિર્માણ માટે ૧૫૦૦ કરોડ રૂપિયાથી વધુ ફંડ એકત્રિત થઇ ચુકયુ છે.
ન્યાસના સચિવ સ્વામી ગોવિંદ દેવગિરિએ કહ્યું કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અને પ્રબંધનની સારસંભાળ માટે રચાયેલ ટ્રસ્ટ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના ખાતામાં ૧,૫૧૧ કરોડ રૂપિયાની રકમ જમા થઇ ગઇ છે. ગિરીએ કહ્યું કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે સમગ્ર દેશ દાન કરી રહ્યું છે
અમારો હેતુ છે કે આપણા દેશમાં ૪ લાખ ગામ અને ૧૧ કરોડ પરિવાર આપણા દાન અભિયાન દરમિયાન પહોંચે અમે ૧૫ જાન્યુઆરીથી દાન અભિયાનનું સંચાલન કરી રહ્યાં છે જે ૨૭ ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે લોકો ટ્રસ્ટમાં દાન આપી રહ્યાં છે ૪૯૨ વર્ષ બાદ લોકોને ધર્મ માટે કંઇ કરવા માટે ફરીથી તક મળી છે