અમેરિકામાં ભારે ઠંડીને કારણે જનજીવન થંભી ગયું
વોશિગ્ટન: અમેરિકામાં આ દિવસોમાં એટલી ઠંડી પડી રહી છે જેટલી કદાચ ત્યાંના સ્થાનિકોએ ક્યારે પણ વિચાર્યું નહીં હોય. આ બર્ફીલી તીવ્ર હવાઓ સ્થાનિક લોકો માટે મોટી સમસ્યા બની છે. ત્યારે ટેક્સાસ શહેરની સ્થિતિ હાલત કફોડી બની છે. અહીં ઠંડક છે અને ફક્ત ૨.૭ મિલિયન ઘરોને વીજળી મળી રહી છે. ટેક્સાસમાં ઠંડીના કારણે તોફાન આવી રહ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઠંડી અને તોફાનને કારણે અહીં રહેતા લોકોને વીજળીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
ઠંડી અને બરફના કારણે વીજળીના તારને નુકસાન થયું છે અને તેને ઠીક કરવામાં લાંબો સમય લાગશે. ત્યાંના અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજ્યએ પોતાની ગેસ બનાવવાની ક્ષમતાનો ૪૦ ટકા હિસ્સો ગુમાવ્યો છે. જેમાં પ્રાકૃતિક ગેસ કુવાઓ અને પાઇપલાઇનો સાથે સાથે હવાના ટર્બાઇન્સ પણ જામી જવાના કારણે બંધ થઈ ગયા છે. પીવાનું પાણી, પંખો અને નળના પાણીમાં બરફ જામી ગયો છે. ત્યારે ઠંડીના કારણે કેટલાક લોકોના ઘરોમાં વીજળી પણ નથી અને તેઓ અંધારામાં રહેવા મજબૂર બન્યા છે.
એક અન્ય અધિકારીએ હ્યૂસ્ટન વિશે જણાવ્યું કે, ત્યાંની કેટલીક હોસ્પિટલોમાં પાણી પણ નથી, અને ઠંડીના કારણે યોગ્ય સારવાર ન મળવાથી અત્યાર સુધીમાં ૨૪ લોકોના મોત થયા છે. ટેક્સાસની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ યૂઝર તેના પર પોતાનો અભિપ્રાયો પણ વ્યક્ત કરી રહ્યા છે.