પેટ્રોલ-ડીઝલના ભાવ, પેટ્રોલના ભાવમાં ૧૮.૬૯ રૂપિયાનો વધારો
નવીદિલ્હી: મોંઘવારીના મારથી જનતા બેહાલ છે. ક્રૂડ ઓઇલની વધતી જતી કિંમતોની ખરાબ અસર ખિસ્સા પર પડી રહે છે. ગત ૧૨ દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. જેથી ઓઇલના ભાવ આસમાને પહોંચી ગયા છે. મોંઘવારીની મારથી જનતા પરેશાન છે પરંતુ સરકાર તરફથી હાલ કોઇ રાહત જાેવા મળી રહી નથી.
પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટરે ૩૯ પૈસાનો જ્યારે ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર ૩૭ પૈસાનો વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલની કિંમત ૮૭.૭૫ રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે અમદાવાદમાં ડીઝલની કિંમત ૮૭.૧૭ રૂપિયા પ્રતિ લિટર છે.
જ્યારે દિલ્હીમાં આજે પેટ્રોલ ૯૦.૫૮ રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે, મુંબઇમાં પણ પેટ્રોલ ૯૭.૦૦ રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયું છે. કલકત્તામાં આજે પેટ્રોલ ૯૧.૭૮ પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે અને ચેન્નઇમાં પેટ્રોલનો ભાવ ૯૨.૫૯ રૂપિયા પ્રતિ લીટર છે.
આ વર્ષે અત્યાર સુધી ૨૦ વાર પેટ્રોલના ભાવ વધ્યા છે. જાે આજની કિંમતોની તુલના ઠીક એક વર્ષ પહેલાંના ભાવ સાથે કરીએ તો ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૭૧.૮૯ રૂપિયા પ્રતિ લીટર હતો. એટલે કે પેટ્રોલ ૧૮.૬૯ રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું છે. સ્થિતિ એટલી હદે ખરાબ છે કે દેશના ઘણા શહેરોમાં તો પેટ્રોલની કિંમત શતક મારી ચૂકી છે.
પેટ્રોલ બાદ હવે ડીઝલના ભાવમાં સતત વધારાની વાત કરીએ. અમદાવાદમાં ડીઝલની કિંમત ૮૭.૧૭ રૂપિયા પ્રતિ લિટર છે, મુંબઇમાં ડીઝલ ૮૮.૦૬ રૂપિયા પ્રતિ લીટર છે જાેકે અત્યાર સુધીનો સૌથી મોઘો ભાવ છે. દિલ્હીમાં ૮૦.૯૭ રૂપિયા પ્રતિ લીટર, કલકત્તામાં ૮૪.૫૬ રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઇમાં ડીઝલનો ભાવ ૮૫.૯૮ રૂપિયા પ્રતિ લીટર છે.
પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થવાના કારણો જાેઇએ તો પેટ્રોલ ડીઝલની કિંમતો બેલગામ કેમ થઈ રહી છે, તેની પાછળ સરકારનો તર્ક છે કે ઓક્ટોબરથી લઈને અત્યાર સુધી કાચા તેલનો ભાવ ૫૦ ટકા વધીને ૬૩.૩ ડોલરને પાર પહોંચી ગયો છે.
આ વર્ષે અત્યાર સુધી કાચા તેલ ૨૧ ટકા સુધી મોંઘુ થઈ ગયું છે. કેમ કે, દુનિયાભરમાં આર્થિક ગતિવિધિઓમાં સારી પ્રગતિ દેખાઈ રહી છે. જાેકે, આ કારણ પૂરતુ નથી. કેમ કે, ગત વર્ષે જાન્યુઆરીમાં કાચા તેલની કિંમતમાં આજની સરખામણીમાં બહુ જ સારું હતું. આમ છતાં લોકોને પેટ્રોલ ડીઝલ મોંઘું મળી રહ્યું છે.
પેટ્રોલ ડીઝલ મોંઘુ થવા પાછળ સૌથી મોટું કારણ એ છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારનો ટેક્સ. ૨૦૨૦ની શરૂઆતમાં પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુ ૧૯.૯૮ રૂપિયા હતી, જે વધીને ૩૨.૯૮ રૂપિયા કરી દીધી છે. આ રીતે ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ૧૫.૮૩ રૂપિયા પ્રતિ લીટરથી વધીને ૩૧.૮૩ રૂપિયા પ્રતિ લીટર કરી દીધી છે.
કેન્દ્ર ઉપરાંત રાજ્ય સરકારો પણ પેટ્રોલ ડીઝલ પર ફછ્ વધાર્યું છે. દિલ્હી સરકારે જ પેટ્રોલ પર ફછ્ ૨૭ ટકાથી વધારીને ૩૦ ટકા કરી દીધું છે. જ્યારે કે ડીઝલ પર વેટ મે મહિનામાં ૧૬.૭૫ ટકાથી વધારીને ૩૦ ટકા કરી દીધું છે. પરંતુ જુલાઈમાં ફરીથી ઘટાડીને ૧૬.૭૫ ટકા કરી દીધું હતું. પેટ્રોલની બેઝ પ્રાઈસ ૩૧.૮૨ રૂપિયા પ્રતિ લીટર છે.
આવામાં કેન્દ્ર અને રાજ્યોનો ટેક્સ મિક્સ કરીને જાેવા જઈએ તો બેઝ પ્રાઈઝથી ૧૮૦ ટકાની નજીક ટેક્સ વસૂલે છે. આ રીતે સરકારો ડીઝલની બેઝ પ્રાઈસથી ૧૪૧ ટકા વેક્સ વસૂલી રહી છે.