ઉત્તરાખંડ હાઈડ્રોપાવર પ્રોજેક્ટ સાઇટ પર વધુ પ મૃતેદહ મળ્યા

જાેશીમઠ, ઉત્તરાખંડમાં એનટીપીસીની તપોવન-વિષ્ણુગઢ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સાઇટ પરથી વધુ ૫ મૃતદેહ મળી આવ્યા છે. ૭ ફેબ્રુઆરીએ ગ્લેશિયર ફાટવાના કારણે થયેલી દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા ૬૭ પર પહોંચી ગઈ છે.
એનડીઆરએફના કમાન્ડન્ટ પી.કે. તિવારીએ જણાવ્યું હતું કે શનિવારે તપોવન પ્રોજેક્ટ બેરેજ નજીક કાદવમાંથી મૃતદેહ મળી આવ્યા છે. ૭ ફેબ્રુઆરીના રોજ ચમોલી જિલ્લામાં ઋષિગંગા નદી પર ગ્લેશિયર ફાટવાને કારણે ભારે પૂર આવ્યું હતું, જેના કારણે ઘણા લોકો ગુમ થયા હતા. પ્રોજેક્ટ સાઇટ પર સર્ચ ઓપરેશન ૧૩ દિવસથી વધુ સમયથી યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.