ટાઇગર ફૂટબોલ રમતા ઘાયલ થયો, દિશા પટની પરેશાન થઇ
મુંબઈ: ગત રવિવારે ચેરિટી માટે બોલિવૂડનાં કેટલાંક કલાકારો અને હસ્તીઓ ફૂટબોલ રમ્યા હતાં પણ મેચ મુંબઇનાં બાન્દ્રા ફૂટબોલ ગ્રાઉન્ડ પર રમાયો હતો. આ મેચમાં ટાઇગર શ્રોફ અને દિશા પટણી પણ ફૂટબોલ રમતી નજર આવી હતી પણ ખેલ દરમિયાન ટાઇગર શ્રોફ ઇજાગ્રસ્ત થયોય હતો. ઇજા સમયે તેની કેટલીક તસવીરો અને વીડિયો વાયરલ થયા હતાં. આ સમયે એક્ટર સ્ટ્રેચર પર સુતેલો નજર આવે છે અને દિશા તેની સાથે નજર આવે છે.
ટાઇગર શ્રોફ એક્શનની સાથે સાથે સ્પોર્સ્ટનો પણ શોખીન છે. તે દરેક પ્રકારનાં સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં ભાગ લેવાનું ચૂકતા નથી. તેણે વધુમાં એવાં સમયે દિશા પટણીની સાથે નજર આવે છે. મેચ દરમિયાન ફિઝિયોથેરાપિસ્ટે એક્ટરને દર્દથી રાહત અપાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ચેરિટી મેચમાં ટાઇગર શ્રોફ ઉપરાંત અર્જુન કૂપર, અપારશક્તિ ખુરાના, અયાન શેટ્ટી પણ ફૂટબોલ રમી રહ્યાં હતાં. લિએન્ડર પેસ પણ મેચ દરમિયાન નજર આવ્યો હતો.
આ સમયે દિશા પટની ટાઇગર શ્રોફની સાથે નજર આવી હતી. ટાઇગર શ્રોફ અને દિશા પાટની ગત ઘણાં વર્ષોથી એકબીજને ડેટ કરે છે તેઓ ઘણી વખત સાથે વેકેશન પર જાય છે. રજાઓમાં ટાઇમ સ્પેન્ડ કરે છે. પણ તેઓએ ઓફિશિયલી ક્યારેય તેમનાં સંબંધો સાર્વજનિક કર્યા નથી. ટાઇગર અને દિશા ૨૦૧૬માં મ્યૂઝિક વીડિયો ‘બેફિક્રા’માં સાથે નજર આવ્યા હતાં જે બાદ તેઓ અહમદ ખાનની ફિલ્મ ‘બાગી ૨’માં સાથે નજર આવ્યાં. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ૧૫૦ કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. ટાઇગર અને દિશા સોશિયલ મીડિયા પર પણ ઘણાં એક્ટિવ છે. બંને એકબીજાની પોસ્ટ પર કમેન્ટ્સ કરે છે.